________________
૧૩૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આકાશના સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશ પર વ્યાપીને રહે તે સંખ્યાત પ્રદેશાવગાઢ અને અસંખ્યાત પ્રદેશાવગાઢ કહેવાય છે.
- એક પ્રદેશાવગાઢ, દ્ધિપ્રદેશાવગાઢ તેમ ક્રમથી અસંખ્યાત પ્રદેશાવગાઢ સુધી સ્થાપના કરવામાં કે કથન કરવામાં આવે તો તે પૂર્વાનુપૂર્વી કહેવાય.
અસંખ્યાત પ્રદેશાવગાઢથી શરૂ કરી વિપરીત ક્રમે એક પ્રદેશાવગાઢ પર્વતની સ્થાપનાને પશ્ચાનુપૂર્વી કહેવાય.
પૂર્વાનુપૂર્વી–પશ્ચાનુપૂર્વી ક્રમને છોડીને અન્ય કોઈપણ ક્રમથી એક પ્રદેશાવગાઢથી અસંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્યોની સ્થાપનાને અનાનુપૂર્વી કહેવાય.
'I પ્રકરણ-૭ સંપૂર્ણ II