________________
પ્રકરણ /ક્ષેત્રાનુપૂર્વી
૧૨૭ ]
पएसट्ठयाए- सव्वत्थोवाइं णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाइं अपएसट्ठयाए, अवत्तव्वयदव्वाई पएसट्टयाए विसेसाहियाई, आणुपुव्वीदव्वाई पएसट्ठयाए असंखेज्जगुणाई ।
दव्वट्ठपएसट्ठयाए- सव्वत्थोवाइं णेगम-ववहाराणं अवत्तव्वयदव्वाई दव्वट्ठयाए, अणाणुपुत्वीदव्वाइं दव्वट्ठयाए अपएसट्ठयाए विसेसाहियाई, अवत्तव्वयदव्वाइं पएसट्ठयाए विसेसाहियाई, आणुपुव्वीदव्वाइं दव्वट्ठयाए असंखेज्जगुणाई, ताई चेव पएसट्टयाए असंखेज्जगुणाई । से तं अणुगमे । से तं णेगम-ववहाराणं अणोवणिहिया खेत्ताणुपुव्वी । ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્યો, અનાનુપૂર્વી દ્રવ્યો અને અવક્તવ્ય દ્રવ્યોમાં દ્રવ્યાર્થ, પ્રદેશાર્થ અને દ્રવ્ય-પ્રદેશાર્થની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- દ્રવ્યની અપેક્ષાએ નૈગમ–વ્યવહાર નયસંમત અવક્તવ્ય દ્રવ્ય (દ્ધિપ્રદેશાગાવઢ) સૌથી અલ્પ છે. તેથી અનાનુપૂર્વી એક પ્રદેશાવગાઢ] દ્રવ્ય વિશેષાધિક છે અને તેથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતગુણ અધિક છે.
પ્રદેશની અપેક્ષાએ સર્વથી થોડા અનાનુપૂર્વી દ્રવ્ય છે, અપ્રદેશી હોવાથી, અવક્તવ્ય દ્રવ્ય વિશેષાધિક છે. તેથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાત ગુણા છે.
દ્રવ્ય-પ્રદેશ અપેક્ષાએ(નૈગમ વ્યવહાર નય સંમત) દ્રવ્યાર્થથી સૌથી અલ્પ અવક્તવ્ય દ્રવ્ય છે. તેથી દ્રવ્યાર્થ અપ્રદેશાર્થથી અનાનુપૂર્વીદ્રવ્ય વિશેષાધિક છે. તેથી પ્રદેશાર્થથી અવક્તવ્યદ્રવ્ય વિશેષાધિક છે. તેથી દ્રવ્યાર્થથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતગુણ અધિક છે. તેથી પ્રદેશાર્થથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતગુણ અધિક છે.
આ રીતે અનુગદ્વારનું વર્ણન પૂર્ણ થાય છે, તેમજ નૈગમ વ્યવહાર નયસંમત અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
આ સૂત્રમાં ક્ષેત્રાનુપૂર્વમાં અલ્પબદુત્વનો, દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્ય-પ્રદેશ ઉભયરૂપે, એમ ત્રણ પ્રકારે વિચાર કરવામાં આવેલ છે.
દ્રવ્યોની ગણનાને દ્રવ્યાર્થ, પ્રદેશોની ગણનાને પ્રદેશાર્થ અને દ્રવ્ય-પ્રદેશ બંનેની ગણનાને દ્રવ્યપ્રદેશાર્થ કહેવામાં આવે છે.