________________
૧૨૬ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આકાશપ્રદેશ પર અવગાહિત અનાનુપૂર્વી દ્રવ્યોની સંખ્યા ૩૦, બે-બે આકાશપ્રદેશ પર અવગાહિત અવક્તવ્ય દ્રવ્યોની સંખ્યા ૧૫ તથા ત્રણ-ત્રણ આકાશ પ્રદેશ પર અવગાહિત આનુપૂર્વી દ્રવ્યની સંખ્યા ૧૦ થાય. ઘણાં આનુપૂર્વી દ્રવ્ય તો ચાર-પાંચથી લઈ અસંખ્યાત પ્રદેશ પર અવગાહન કરે છે માટે તેની સંખ્યા વધુ ઓછી થઈ જાય. આ રીતે વિચાર કરતાં આનુપૂર્વી દ્રવ્ય સૌથી ઓછા છે તેમ કહેવું જોઈએ.
આ શંકાનું સમાધાન એ છે કે જે આકાશપ્રદેશ પર આનુપૂર્વી દ્રવ્ય અવગાઢ હોય તે જ આકાશ પ્રદેશ ઉપર અન્ય આનુપૂર્વી દ્રવ્ય રહી ન શકે–અવગાઢ ન થઈ શકે તો ઉપર્યુક્ત કથન યુક્તિ સંગત માની શકાય પરંતુ વસ્તુસ્થિતિ તેવી નથી. જે ત્રણ આકાશ પ્રદેશ ઉપર એક આનુપૂર્વી દ્રવ્ય રહે તે જ આકાશ પ્રદેશ ઉપર અન્ય અનંત આનુપૂર્વી દ્રવ્યો પણ અવગાહિત થઈ શકે છે. લોકના એક–એક આકાશ પ્રદેશ અનંત આનુપૂર્વી દ્રવ્યનો આધાર બની શકે છે માટે ઉપરોક્ત શંકાને સ્થાન રહેતું નથી. એક અવગાહન ક્ષેત્રમાં અનેક આનુપૂર્વી દ્રવ્યો રહી શકે છે. તેથી તેની સંખ્યા અનાનુપૂર્વી અને અવક્તવ્ય કરતાં અસંખ્યાત ભાગો વધારે છે.
અનાનુપૂર્વી દ્રવ્ય, આનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે જ પ્રમાણે અવક્તવ્ય દ્રવ્ય પણ અનાનુપૂર્વી અને આનુપૂર્વી દ્રવ્યના અસંખ્યાતમા ભાગ પ્રમાણે છે.
ભાવ :
१७ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं कयरम्मि भावे होज्जा ? तिण्णि वि णियमा सादिपारिणामिए भावे होज्जा ।। ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ-વ્યવહાર નયસંમત આનુપૂર્વી દ્રવ્ય કયા ભાવમાં વર્તે છે?
ઉત્તર- આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય આ ત્રણે નિયમો સાદિ પારિણામિક ભાવમાં વર્તે છે.પુગલ દ્રવ્યનું પરિણમન સાદિ પારિણામિક છે.]
અલ્પબદુત્વ :|१८ एएसि णं भंते ! णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाणं अणाणुपुव्वीदव्वाणं अवत्तव्वयदव्वाण य दव्वट्ठयाए पएसट्ठयाए दव्वट्ठपएसट्ठयाए य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवाई णेगम-ववहाराणं अवत्तव्वयदव्वाइं दव्वट्ठयाए, अणाणु- पुव्वीदव्वाइं दव्वट्ठयाए विसेसाहियाई, आणुपुव्वीदव्वाइं दव्वट्ठयाए