________________
૧૨૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આનુપૂર્વી દ્રવ્યમાં ત્રણ પ્રદેશાવગાઢ દ્રવ્યથી ઉપલક્ષિત ત્રણ આકાશ પ્રદેશનો સમુદાય-એક દ્રવ્ય કહેવાય, ચાર પ્રદેશવગાઢ સ્કન્ધથી ઉપલક્ષિત ચાર આકાશ પ્રદેશનો સમુદાય અન્ય દ્રવ્ય છે. આ રીતે પ્રત્યેક આનુપૂર્વી દ્રવ્યથી અવગાઢ આકાશપ્રદેશોના સમુદાય એક–એક દ્રવ્ય કહેવાય છે. ત્રણ પ્રદેશના સમુદાયરૂપ આકાશ પ્રદેશ એક દ્રવ્ય છે, તો તેના પ્રદેશ ત્રણ કહેવાય.
અનાનુપૂર્વીમાં એક–એક પ્રદેશાવગાઢ દ્રવ્યથી ઉપલક્ષિત પૃથક–પૃથક પ્રત્યેક પ્રદેશ પૃથ પૃથક દ્રવ્ય છે. તેમાં અન્ય પ્રદેશનો સંભવ નથી તેથી તે અપ્રદેશાર્થ કહેવાય.
અવક્તવ્ય દ્રવ્યોના બે-બે આકાશ પ્રદેશોનો જે યોગ છે, તે તેટલા દ્રવ્ય કહેવાય છે. એક અવક્તવ્ય દ્રવ્યમાં એક દ્રવ્ય અને બે પ્રદેશ છે. બે અવક્તવ્યના બે દ્રવ્ય અને ચાર પ્રદેશ કહેવાય. આ રીતે દ્રવ્ય-પ્રદેશ અને ઉભયરૂપતાથી અલ્પબદુત્વ દર્શાવ્યો છે. જે સૂત્રપાઠથી સ્પષ્ટ છે.
અલ્પબહુત્વ દ્રવ્યાર્થથી | પ્રદેશાર્થથી
દ્રવ્ય-પ્રદેશાર્થથી ૧. અવક્તવ્ય થોડા
૧. અનાનુપૂર્વી દ્રવ્ય થોડા | ૧. અવક્તવ્ય દ્રવ્યાર્થથી થોડા ૨. અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક | ૨. અવક્તવ્ય દ્રવ્ય વિશેષાધિક ૨. અનાનુપૂર્વી દ્રવ્યાર્થથી
વિશેષાધિક (અપ્રદેશાર્થ) ૩. આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાત–| ૩. આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાત- | ૩. અવક્તવ્ય પ્રદેશાર્થથી ગણા અધિક ગણાઅધિક
વિશેષાધિક ૪. આનુપૂર્વી દ્રવ્યાર્થથી અસંખ્યાત ગણા અધિક ૫. આનુપૂર્વી પ્રદેશાર્થથી
અસંખ્યાતગણી અધિક સંગ્રહનય સંમત અનૌપનિધિની ક્ષેત્રાનુપૂર્વી - १९ से किं तं संगहस्स अणोवणिहिया खेत्ताणुपुव्वी ? ।
जहेव दव्वाणुपुव्वी तहेव खेत्ताणुपुव्वी णेयव्वा । से तं संगहस्स अणोवणि- हिया खेत्ताणुपुव्वी । से तं अणोवणिहिया खेत्ताणुपुव्वी । ભાવાર્થ – પ્રશ્ન- સંગ્રહનયસંમત અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પૂર્વકથિત સંગ્રહનય સંમત દ્રવ્યાનુપૂર્વી જેવું જ સંગ્રહનય સંમત ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ