________________
પ્રકરણ ૭/ક્ષેત્રાનુપૂર્વી
असंखेज्जइ भागं फुसंति जाव सव्वलोगं फुसंति ?
एगं दव्वं पडुच्च संखेज्जइभागं वा फुसंति, असंखेज्जइभागं वा फुसंति, संखेज्जे वा भागे, असंखेज्जे वा भागे, देसूणं वा लोगं फुसंति, णाणादव्वाइं पडुच्च णियमा सव्वलोगं फुसंति ।
૧૨૩
अणाणुपुव्वीदव्वाइं अवत्तव्वयदव्वाणि य जहा खेत्तं, णवरं फुसणा માળિ- ય∞ા ।
શબ્દાર્થ:-તેમૂળ વા લોન પ્લુસંતિ દેશોન લોકને સ્પર્શે છે, ST હેત્ત = ક્ષેત્રદ્વારની જેમ કહેવું, णवरं = તફાવત એટલો કે, ઝુલના માળિયવ્વા = ક્ષેત્રને બદલે અહીં સ્પર્શના કહેવું.
ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ–વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું લોકના સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમા ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને કે સર્વલોકને સ્પર્શે છે ?
ઉત્તર– એક દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમા ભાગને, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો અથવા દેશોન લોકને સ્પર્શે છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ નિયમા સર્વલોકને સ્પર્શે છે.
અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યોની સ્પર્શનાનું કથન પૂર્વોક્ત ક્ષેત્ર દ્વારને અનુરૂપ સમજવું વિશેષતા એ છે કે ક્ષેત્રને બદલે અહીં સ્પર્શના કહેવી.
વિવેચન :
ક્ષેત્ર કરતાં સ્પર્શના કંઈક વધુ હોય છે. અવગાહન ક્ષેત્રની પૂર્વાદિ ચારે દિશા, ઉર્ધ્વ, અધો દિશાને, આધેય દ્રવ્ય સ્પર્શે, તે સ્પર્શના કહેવાય છે માટે ક્ષેત્રથી કંઈક અધિક સ્પર્શના જાણવી.
કાળ :
१४ गम-ववहाराणं आणुपुव्वीदव्वाइं कालओ केवचिरं होइ ? एगदव्वं पडुच्च जहण्णेण एगं समयं उक्कोसेणं असंखेज्जं कालं, णाणादव्वाइं पडुच्च सव्वद्धा । एवं दोण्णि वि ।
ભાવાર્થ:- પ્રશ્ન- નૈગમ–વ્યવહારનય સંમત આનુપૂર્વીદ્રવ્ય કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી આનુપૂર્વી દ્રવ્ય રૂપે રહે છે ?
ઉત્તર– એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી રહે છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ આનુપૂર્વીઓ નિયમા સર્વકાલિક છે. આ જ રીતે અનાનુપૂર્વી અને