________________
[ ૧૨૨ ]
શ્રી અયોગવાર સૂત્ર
એકવચન અને બહુવચનની અપેક્ષાએ કરવામાં આવ્યો છે.
એક આનુપૂર્વી ત્રિપ્રદેશાવગાઢથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ હોય છે. ત્રણ આકાશ પ્રદેશ લોકાકાશનો અસંખ્યાતમો ભાગ થાય તેથી એક આનુપૂર્વી લોકના અસંખ્યાતમા ભાગમાં કહેવાય, કોઈ એક આનુપૂર્વી લોકના સંખ્યાતમા ભાગ, અસંખ્યાત ભાગો, સંખ્યાત ભાગોમાં સંભવે છે અને કોઈ એક આનુપૂર્વી દ્રવ્ય દેશોન લોકમાં રહે છે અર્થાત્ ક્ષેત્રાનુપૂર્વારૂપ આનુપૂર્વીનું જઘન્ય ક્ષેત્ર લોકનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ દેશોન લોક છે. દ્રવ્યાનુપૂર્વીગત આનુપૂર્વી અને ક્ષેત્રાનુપૂર્વીગત આનુપૂર્વીના ક્ષેત્રનો તફાવત :- દ્રવ્યાનુપૂર્વાગત આનુપૂર્વીનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર સર્વ લોક છે અને ક્ષેત્રાનુપૂર્વીગત આનુપૂર્વીનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર દેશોન લોક છે. આ તફાવતનું કારણ એ છે કે દ્રવ્યાનુપૂર્વીમાં દ્રવ્યની પ્રધાનતા છે અને ક્ષેત્રાનુપૂર્વીમાં ક્ષેત્રની.
દ્રવ્યાનુપૂર્વીમાં પુદ્ગલ દ્રવ્યની મુખ્યતા છે. પુદ્ગલ દ્રવ્યમાં અચિંત્ય અવગાહન શક્તિ છે. એક દીપકનો પ્રકાશ હોય ત્યાં હજારો દીપકનો પ્રકાશ સમાય જાય, તેમ એક પુદ્ગલ સ્કન્ધ, પરમાણુ વગેરે હોય ત્યાં અન્ય સ્કન્ધો પણ રહી શકે છે. તેથી કોઈ એક આનુપૂર્વી દ્રવ્ય (અચિત્ત મહાસ્કન્ધ) લોકવ્યાપી બને ત્યારે તે જ આકાશ પ્રદેશ ઉપર અનાનુપૂર્વી દ્રવ્ય અને અવક્તવ્ય દ્રવ્ય રહી શકે છે. કોઈ આનુપૂર્વી દ્રવ્ય લોકવ્યાપી બને તોપણ અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યનો અભાવ થતો નથી.
ક્ષેત્રાનુપુર્નીમાં ક્ષેત્ર–આકાશ પ્રદેશની પ્રધાનતા છે. ક્ષેત્રમાં દ્રવ્યની વિવક્ષા કરી ત્રણ પ્રદેશાવગાઢ, બે પ્રદેશાવગાઢ, એક પ્રદેશાવગાઢ દ્રવ્ય કહ્યા છે. અહીં દ્રવ્યની વિવક્ષા વિના માત્ર આકાશ પ્રદેશમાં આનુપૂર્વીનો વિચાર કરીએ તો એક આકાશ પ્રદેશ અનાનુપૂર્વી, બે આકાશ પ્રદેશ અવક્તવ્ય અને ત્રણ વગેરે આકાશ પ્રદેશ આનુપૂર્વી કહેવાય છે. આનુપૂર્વીનો એક આકાશ પ્રદેશ, અવક્તવ્યના બે આકાશ પ્રદેશ, આ ત્રણ આકાશ પ્રદેશ સિવાયના શેષ આકાશ પ્રદેશ આનુપૂર્વીનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર કહેવાય છે. જો લોકમાં સ્થિત સર્વ આકાશ પ્રદેશને આનુપૂર્વી કહીએ તો અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યને લોકમાં સ્થાન ન રહે. એક આકાશ પ્રદેશ હોય ત્યાં અન્ય આકાશ પ્રદેશ રહી શકતા નથી. માટે ત્રણ આકાશ પ્રદેશ ન્યૂન લોકાકાશને આનુપૂર્વીનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર કહી શકાય. ત્રણ આકાશ પ્રદેશ લોકનો દેશભાગ છે માટે દેશોન લોક આનુપૂર્વીનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર છે. અહીં ક્ષેત્રમાં આકાશ પ્રદેશ ઉપર સ્થિત દ્રવ્યની વિવક્ષા નથી પણ માત્ર આકાશ પ્રદેશની વિવેક્ષા છે.
એક અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય લોકના અસંખ્યાતમા ભાગમાં અવગાહન કરે છે. એક અને બે આકાશ પ્રદેશ લોકનો અસંખ્યાતમો ભાગ છે. તેથી તે બંનેનું અવગાહન ક્ષેત્ર લોકનો અસંખ્યાતમો ભાગ છે.
અનેક આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય સર્વલોકમાં છે. એક જ આકાશ પ્રદેશ ઉપર આનુપૂર્વી આદિ ત્રણે દ્રવ્ય સ્વતંત્ર રૂપે રહી શકે છે. સ્પર્શના :|१३ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं लोगस्स किं संखेज्जइभागं फुसंति,