________________
| ૧૨૪ |
શ્રી અયોગવાર સૂત્ર
અવક્તવ્ય દ્રવ્યોની સ્થિતિ જાણવી.
વિવેચન :
આ સૂત્રમાં આનુપૂર્વી વગેરે દ્રવ્ય પોત-પોતાના સ્વરૂપમાં કેટલો કાળ રહે છે તેની વિચારણા એક દ્રવ્ય આશ્રી અને અનેક દ્રવ્ય આશ્રી, તેમ બે રીતે કરવામાં આવી છે. એક દ્રવ્યની અપેક્ષાએ તેની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની છે. ત્રિપ્રદેશાવગાઢ અંધ એક સમય પર્યત ત્રિપ્રદેશાવગાઢ રહીને તુરંત જ પરિણામની વિચિત્રતાથી અન્યથા પરિણમન પામે, તે એક પ્રદેશાવગાઢ કે ઢિપ્રદેશાવગાઢ બની જાય તો તેની જઘન્ય એક સમયની સ્થિતિ ઘટી શકે છે. જ્યારે તે ત્રણ પ્રદેશાવગાઢ દ્રવ્ય અસંખ્યાતકાળ સુધી ત્રણ પ્રદેશાવગાઢ રહી પછી બે કે એક પ્રદેશાવગાઢ બને ત્યારે ક્ષેત્રઅપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યની ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની સ્થિતિ થાય છે. આ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યની પણ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાળની કહી છે.
અનેક દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી વગેરે ત્રણે દ્રવ્યની સ્થિતિ સર્વકાલની છે. કારણ કે એવો કોઈ પણ સમય નથી કે જ્યારે લોકાકાશના પ્રદેશ પર કોઈ આનુપૂર્વી વગેરે દ્રવ્ય અવગાહિત ન હોય. તેથી અનેક આનુપૂર્વી વગેરે દ્રવ્યનું અવસ્થાન સર્વકાલિક બતાવ્યું છે.
અંતર :१५ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाणमंतरं कालओ केवचिरं होइ ?
तिण्णि वि एगं दव्वं पडुच्च जहण्णेणं एगं समयं उक्कोसेणं असंखेज्जं कालं, णाणादव्वाइं पडुच्च णत्थि अंतरं । ભાવાર્થ - પ્રશ્ન-નગમ-વ્યવહાર નયસંમત આનુપૂર્વીદ્રવ્યનું કેટલા કાળનું અંતર હોય છે?
ઉત્તર- ત્રણે આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય દ્રવ્યોમાં એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું અંતર હોય છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી.
વિવેચન :
આનુપૂર્વીદ્રવ્ય આનુપૂર્વીપણાને છોડી અનાનુપૂર્વી વગેરે રૂપ બને અને જેટલા સમયમાં તે પુનઃ આનુપૂર્વીપણાને પ્રાપ્ત કરે તે વચ્ચે જેટલો સમય પસાર થાય તે અંતરકાળ કે વિરહકાળ કહેવાય છે. તે વિરહકાળનું વર્ણન આ સૂત્રમાં છે.
ક્ષેત્રાનુપૂર્વીગત કોઈ એક આનુપૂર્વીદ્રવ્ય ત્રણાદિ આકાશપ્રદેશ પર અવગાઢ હોય તે અન્ય આકાશપ્રદેશ પર અવગાહન પામી, એક કે બીજા દ્રવ્ય સાથે સંયુક્ત થઈ એક સમયમાં પુનઃ તે ત્રણાદિ