________________
૧૧૦ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
એક–એકની વૃદ્ધિ કરતાં, છછ થાપ = છના ગચ્છ–સમુદાય ગત અર્થાતુ છ પર્યતની સંખ્યા સ્થાપિત, તે દીપ = શ્રેણીને, તે શ્રેણીના અંકોને, અvખમામા = અન્યોન્ય-પરસ્પર અભ્યાસ કરી (પરસ્પર ગુણાકાર) પ્રાપ્તરાશિમાંથી, ડુવૂણો = બે રૂપ—અંક, આદિ અને અંતના બે ભંગોને ન્યૂન કરવાથી. ભાવાર્થ :- પ્રશ્ન- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- એકથી પ્રારંભ કરી, એક–એકની વૃદ્ધિ કરતાં છ સંખ્યા પર્વતની સ્થાપિત શ્રેણીના અંકોને પરસ્પર ગુણી–અભ્યસ્ત રાશિમાંથી આદિ અને અંતના(પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વીરૂપ) બે ભંગ ન્યૂન કરતાં જે સંખ્યા રહે, તેટલી (આ છ દ્રવ્યોની)અનાનુપૂર્વી છે. આ અનાનુપૂર્વીનું વર્ણન થયું.
વિવેચન :
આ ત્રણ સૂત્રોમાં ઓપનિધિતી દ્રવ્યાનુપૂર્વીના ત્રણ ભેદ, પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વીનું સ્વરૂપ દર્શાવ્યું છે.
ધર્માસ્તિકાયથી શરૂ કરી અનુક્રમથી અદ્ધાસમય સુધી દ્રવ્યોને સ્થાપન કરવામાં આવે, તેને પૂર્વાનુપૂર્વી કહે છે. અદ્ધા સમયથી શરૂ કરી વિપરીતક્રમથી ધર્માસ્તિકાય પર્યત કથન કરવામાં આવે તો તે પશ્ચાનુપર્વ કહેવાય છે અને આ બંને પ્રકારના ક્રમને છોડી, સંભવિત ભંગો દ્વારા જે ક્રમ રચવામાં આવે અને તે દ્વારા તેનું કથન કરાય તેને અનાનુપૂર્વી કહે છે.
ભંગ બનાવવાની રીત - સૌ પ્રથમ એક અંકને સ્થાપિત કરી. એક–એકની વૃદ્ધિ કરતા અર્થાત્ ૨,૩,૪ એમ છ સંખ્યા સુધી અંકો સ્થાપવા. અહીં ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્ય છે, તેથી છ સંખ્યા સુધી સ્થાપના કરી છે. અન્ય સ્થાને વિવક્ષિત વસ્તુની જેટલી સંખ્યા હોય તેટલા અંક સ્થાપિત કરવા જોઈએ. અહીં દ્રવ્યોને ૧,૨,૩,૪,૫,૬. તેમ સ્થાપિત કરી ત્યારપછી તેને પરસ્પર ગુણવાથી અભ્યસ્તરાશિ પ્રાપ્ત થાય છે ૧૪૨×૩×૪૪૫૪૬ = ૭૨૦ થયા. તેમાં આદિનો ભંગ પૂર્વાનુપૂર્વી અને અંતિમભંગ પશ્ચાનુપૂર્વી હોય છે, તે બાદ કરતાં ૭૧૮ ભંગ આવે તે અનાનુપૂર્વી છે. જેમ કે (૧) અધર્માસ્તિકાય, (૨) ધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) પુદ્ગલાસ્તિકાય, (૬) અદ્ધાસમય. આ એક રીતે અનાનુપૂર્વી થઈ. (૧) ધર્માસ્તિકાય, (૨) આકાશાસ્તિકાય, (૩) અધર્માસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) પુલાસ્તિકાય, (૬) અદ્ધાકાળ. આ બીજી રીતે અનાનુપૂર્વી થઈ. તેમ ૭૧૮ રીતે અનાનુપૂર્વીનું કથન થઈ શકે.
ધમસ્તિકાયાદિ છ દ્રવ્યોના કમની સાર્થકતા - છ દ્રવ્યમાં 'ધર્મ' પદ માંગલિકરૂપ હોવાથી તીર્થકરોએ પ્રથમ ધર્માસ્તિકાયનું કથન કર્યું છે. ધર્મનું પ્રતિપક્ષી પદ 'અધર્મ છે. તેથી ત્યાર પછી અધર્મનું, ધર્મ અને અધર્મનો આધાર આકાશ હોવાથી ત્યાર પછી આકાશનું, આકાશની સાથે અમૂર્તતાની અપેક્ષાએ સામ્યતા હોવાથી ત્યાર પછી જીવનું, જીવના ભોગોપભોગનું સાધન પુગલ હોવાથી ત્યાર પછી પુગલનું કથન છે અને જીવ તથા અજીવની પર્યાય હોવાથી અને જીવ અને અજીવ દ્રવ્યો પર કાલદ્રવ્ય વર્તી રહ્યું હોવાથી