________________
'પ્રકરણ : અનૌપનિલિકા દ્રવ્યાનપૂર્વી
૧૦૯ ]
તેમ ત્રણ પ્રકારે દ્રવ્ય બતાવ્યા છે. ત્યાં અનાનુપૂર્વીનો અર્થ છે ક્રમ ન હોવો. પરમાણુપુલ એક નિવિભાગ અંશ રૂપ છે. તેમાં આદિ–મધ્યઅંતરૂપ ક્રમ નથી.તેથી પરમાણુની ગણના અનાનુપૂર્વીમાં કરી છે. ત્યાં સર્વ નિષેધ અર્થમાં 'અન’ નો પ્રયોગ કરી, અનાનુપૂર્વી શબ્દથી ક્રમ અભાવ સૂચવ્યો છે.
જ્યારે ઔપનિધિકીના પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી, આ ત્રણ ભેદમાં અનાનુપૂર્વી અનુક્રમ કે વિપરીત ક્રમ સિવાયના ક્રમરૂપ છે અર્થાત્ અહીં અનાનુપૂર્વમાં વચ્ચે-વચ્ચેના કોઈ પણ દ્રવ્યથી શરૂ કરી ક્રમ બનાવવામાં આવે છે. તે ક્રમ પૂર્વાનુપૂર્વ અને પશ્ચાનુપૂર્વીથી ભિન્ન ક્રમ હોય છે. પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી આ બંનેથી ભિન્ન સ્વરૂપવાળી આનુપૂર્વીને અનાનુપૂર્વી કહેવામાં આવે છે. પદ્રવ્ય આધારિત પૂર્વાનુપૂર્વી નિરૂપણ :| २ से किं तं पुव्वाणुपुव्वी ?
पुव्वाणुपुव्वी धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवत्थिकाए, पोग्गलत्थिकाए, अद्धासमए । से तं पुव्वाणुव्वी। ભાવાર્થ :- પ્રશ્ન– પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) પુદ્ગલાસ્તિકાય, (૬) અદ્ધાકાળ. આ પ્રમાણે અનુક્રમથી કથન કરાય કે સ્થાપન કરાય, તેને પૂર્વાનુપૂર્વી કહે છે. આ પૂર્વાનુપૂર્વીનું વર્ણન થયું. | ३ से किं तं पच्छाणुपुव्वी ?
पच्छाणुपुव्वी- अद्धासमए, पोग्गलत्थिकाए, जीवत्थिकाए, आगासत्थिकाए, अधम्मत्थिकाए, धम्मत्थिकाए । से तं पच्छाणुपुव्वी । ભાવાર્થ :- પ્રશ્ન- પાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- (૬) અદ્ધાસમય, (૫) પુદ્ગલાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૧) ધર્માસ્તિકાય. આ પ્રમાણે વિપરીત ક્રમથી સ્થાપન કરાય તેને પશ્ચાનુપૂર્વી કહે છે. | ४ से किं तं अणाणुपुव्वी ?
अणाणुपुव्वी एयाए चेव एगाइयाए एगुत्तरियाए छगच्छगयाए सेढीए अण्ण- मण्णब्भासो दुरूवूणो । से तं अणाणुपुव्वी । શબ્દાર્થ –પાપ વેવ આ છ દ્રવ્યની, પિ = એક આદિથી પ્રારંભ કરી, પત્તરિયા =