________________
૧૦૮
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
છઠ્ઠું પ્રકરણ
ક ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીમાં પૂર્વાનુપૂર્વી આદિ
ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના ત્રણ પ્રકાર :
१ से किं तं ओवणिहिया दव्वाणुपुव्वी ?
ओवणिहिया दव्वाणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहा- - પુલ્લાખુપુથ્વી, पच्छाणुपुव्वी, अणाणुपुव्वी य ।
ભાવાર્થ :- પ્રશ્ન− ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્ત૨– ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) પૂર્વાનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી.
વિવેચન :
કોઈ એક વસ્તુને સ્થાપિત કરી, તેની સમીપે પૂર્વાનુપૂર્વી આદિ ક્રમથી અન્યવસ્તુઓને સ્થાપિત કરવામાં આવે તેને ઉપનિધિ કહેવાય છે. ઉપનિધિ જેનું પ્રયોજન છે તે ઔપનિધિકી કહેવાય છે. દ્રવ્યવિષયક આનુપૂર્વી તે દ્રવ્યાનુપૂર્વી કહેવાય છે.
(૧) પૂર્વાનુપૂર્વી :– વિક્ષિત ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય વિશેષના સમુદાયમાં જે પ્રથમ દ્રવ્ય છે ત્યાંથી પ્રારંભ કરી અનુક્રમે પછીના દ્રવ્યોને સ્થાપવામાં આવે અથવા તે રીતે ગણના કરાય તો તે પૂર્વાનુપૂર્વી કહેવાય. જેમ કે ધર્માસ્તિકાયથી શરૂ કરી ક્રમથી કાળદ્રવ્ય સુધીની ગણના કરવી.
(૨) પશ્ચાનુપૂર્વી :– વિવક્ષિત ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય વિશેષના સમુદાયમાંથી અંતિમ છેલ્લે જે દ્રવ્ય છે ત્યાંથી શરૂ કરી વિપરીતક્રમથી પ્રથમ દ્રવ્ય સુધીની ગણના કે સ્થાપનાને પશ્ચાનુપૂર્વી કહેવામાં આવે છે. જેમ કે કાળ દ્રવ્યથી શરૂ કરીને ધર્માસ્તિકાય દ્રવ્ય સુધીની ગણના કરવી.
(૩) અનાનુપૂર્વી :– પૂર્વાનુપૂર્વી પશ્ચાનુપૂર્વીના ક્રમને છોડી, વચ્ચે–વચ્ચેના દ્રવ્યથી પ્રારંભ કરી, કોઈપણ ક્રમથી કથન કે સ્થાપન કરવામાં આવે તો તે અન્નાનુપૂર્વી કહેવાય છે.
અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીમાં અર્થપદ પ્રરૂપણામાં આનુપૂર્વી–અનાનુપૂર્વી અને અવક્તવ્ય