________________
| Lચમું પ્રકરણ / અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી
૧૦૭ ]
ઉત્તર- સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યના સંખ્યામાં ભાગ, અસંખ્યાતમા ભાગ, સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગો પ્રમાણ નથી પરંતુ નિયમમાં ત્રીજા ભાગ પ્રમાણ હોય છે. શેષ અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યપણ શેષ દ્રવ્યથી ત્રીજા ભાગ પ્રમાણ હોય છે.
વિવેચન :
આ સુત્રમાં આનુપૂર્વી વગેરે દ્રવ્ય શેષ દ્રવ્યના કેટલામાં ભાગે છે, તેનું નિરૂપણ કર્યું છે. સંગ્રહનય આનુપૂર્વી દ્રવ્યને, અનાનુપૂર્વી દ્રવ્યને અને અવક્તવ્ય દ્રવ્યને એક એક રૂપે માને છે. એટલે આનુપૂર્વી દ્રવ્ય શેષ અનાનુપૂર્વી અને અવક્તવ્યદ્રવ્યના ત્રીજા ભાગે કહેવાય. ત્રણ રાશિમાંથી પ્રત્યેક રાશિ અન્ય રાશિના ત્રીજા ભાગે જ કહેવાય. અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય પણ શેષ રાશિના ત્રીજા ભાગે છે.
ભાવ :४० संगहस्स आणुपुव्वीदव्वाई कयरम्मि भावे होज्जा ?
णियमा सादिपारिणामिए भावे होज्जा । एवं दोण्णि वि । अप्पाबहु पत्थिा से तं अणुगमे । से तं संगहस्स अणोवणिहिया दव्वाणुपुव्वी । से तं अणोवणिहिया दव्वाणुपुव्वी । ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્ય કયા ભાવમાં હોય છે?
ઉત્તર- આનુપૂર્વી દ્રવ્ય નિયમથી સાદિ પારિણામિક ભાવમાં હોય છે. તેમજ અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય માટે પણ જાણવું. એક રાશિગત દ્રવ્યોમાં અલ્પબદુત્વ નથી. આ અનુગમનું વર્ણન પૂર્ણ થયું. આ રીતે સંગ્રહનયસંમત અનૌપનિધિતી દ્રવ્યાનુપૂર્વીનું વક્તવ્ય પૂર્ણ થયું. તેમજ અનૌપનિધિની દ્રવ્યાનુપૂર્વીની વક્તવ્યતા પૂર્ણ થઈ.
વિવેચન :
સંગ્રહનયની દષ્ટિએ આનુપૂર્વી વગેરે દ્રવ્યમાં અનેકત્વ નથી, સર્વ એક–એક દ્રવ્ય છે. અનેકત્વ ન હોવાથી અલ્પબદુત્વ સંભવિત નથી.
સૂત્રકારે પૂર્વે સ્થાપ્ય કહી જેનું વર્ણન કર્યું ન હતું, તે ઔપનિધિતી દ્રવ્યાનુપૂર્વીનું વર્ણન હવે કરશે.
|
| પ્રકરણ-૫ સંપૂર્ણ || ||