________________
૧૦૬ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આખા લોકમાં વ્યાપ્ત છે. તેનું ક્ષેત્ર આખોલોક છે, તેમ તેની સ્પર્શના પણ આખા લોકની છે. કાળ :|३७ संगहस्स आणुपुव्वीदव्वाइं कालओ केवचिरं होति ? सव्वद्धा । एवं दोण्णि वि। ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી આનુપૂર્વારૂપે રહે છે?
ઉત્તર- આનપર્વદ્રવ્ય આનપર્વરૂપે સર્વકાળ રહે છે. અનાનપર્વ અને અવક્તવ્ય દ્રવ્ય માટે પણ તેમજ સમજવું અર્થાત્ આ ત્રણે દ્રવ્ય સર્વકાળમાં વિદ્યમાન જ હોય છે. સંગ્રહનય સર્વ આનુપૂર્વી વગેરે દ્રવ્યને એક રૂપે જ સ્વીકારે છે માટે અનેક દ્રવ્યની અપેક્ષાએ કાળમર્યાદા સર્વોદ્ધા કહી છે.
અંતર :३८ संगहस्स आणुपुव्वीदव्वाणं कालओकेवचिरं अंतरं होइ ? णत्थि अंतर । एवं दोण्णि वि । ભાવાર્થ – પ્રશ્ન- સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્યનું કાળની અપેક્ષાએ કેટલા કાળનું અંતર–વિરહકાળ હોય છે?
ઉત્તર-કાળની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યમાં વિરહ નથી અંતર નથી. અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય માટે પણ તેમજ જાણવું કે તેમાં અંતર નથી. આ ત્રણે દ્રવ્ય સર્વકાળમાં હોય જ છે. તેનું અવસ્થાન ત્રણે કાળમાં હોવાથી તેમાં વિરહ નથી.
ભાગ :|३९ संगहस्स आणुपुव्वीदव्वाई सेसदव्वाणं कतिभागे होज्जा ? किं संखेज्जइभागे होज्जा? असंखेज्जइभागे होज्जा ? संखेज्जेसु भागेसु होज्जा? असंखेज्जेसु भागेसु होज्जा ? ।
__णो संखेज्जइभागे होज्जा, णो असंखेज्जइभागे होज्जा, णो संखेज्जेसु भागेसु होज्जा, णो असंखेज्जेसु भागेसु होज्जा, णियमा तिभागे होज्जा । एवं दोण्णि वि । ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામાં ભાગ પ્રમાણ હોય છે? શું સંખ્યાતમા ભાગ પ્રમાણ, અસંખ્યાતમા ભાગ પ્રમાણ, સંખ્યાત ભાગો પ્રમાણ કે અસંખ્યાત ભાગો પ્રમાણ હોય છે?