________________
પચમું પ્રકરણ / અનૌપનિરિકી દ્રવ્યાનુપૂર્વી
[ ૧૦૫ |
वं दोण्णि वि।
ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય લોકના કેટલા ભાગમાં છે? શું તે લોકના સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે સર્વલોકમાં છે?
ઉત્તર– સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યામાં ભાગ, અસંખ્યાતમા ભાગ, સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગોમાં નથી પરંતુ નિયમા સર્વલોકમાં છે. આ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય પણ સર્વલોકમાં છે.
વિવેચન :
સંગ્રહનય, આનુપૂર્વીદ્રવ્યો આદિને એકરૂપ માને છે અને આ ત્રણે દ્રવ્ય લોકમાં સર્વત્ર વિદ્યમાન હોય છે. તેથી તે નિયમા સર્વ લોકમાં છે, તેમ કહ્યું છે. લોકના દેશભાગમાં વ્યાપ્ત ભિન્ન-ભિન્ન આનુપૂર્વી દ્રવ્યને સંગ્રહનય માન્ય કરતું નથી.
સ્પર્શના :३६ संगहस्स आणुपुव्वीदव्वाइं लोगस्स किं संखेज्जइभागं फुसंति ? असंखेज्ज- इभागं फुसंति ? संखेज्जे भागे फुसंति ? असंखेज्जे भागे फुसंति ? सव्वलोगं फुसंति ? ___णो संखेज्जइभागं फुसंति णो असंखेज्जइभागं फुसंति णो संखेज्जे भागे फुसंति णो असंखेज्जे भागे फुसंति, णियमा सव्वलोगं फुसति । एवं दोण्णि वि।
ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનય સંમત આનુપૂર્વીદ્રવ્ય શું લોકના સંખ્યામાં ભાગ, અસંખ્યાતમા ભાગ સંખ્યાતભાગો, અસંખ્યાત ભાગો કે સર્વલોકને સ્પર્શે છે?
ઉત્તર- આનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યાતમા ભાગ, અસંખ્યાતમા ભાગ, સખ્યાત ભાગો, અસંખ્યાત ભાગોને સ્પર્શતા નથી પરંતુ નિયમથી સર્વલોકને સ્પર્શ છે. આ જ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય, આ બંને દ્રવ્ય પણ સર્વલોકને સ્પર્શે છે.
વિવેચન :
સંગ્રહનયના મત મુજબ આનુપૂર્વીત્વ સામાન્યની અપેક્ષાએ સર્વ આનુપૂર્વી દ્રવ્ય એક છે. તે જ રીતે અનાનુપર્વ અને અવક્તવ્ય દ્રવ્ય પણ એક છે. તે આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય