________________
૧૦૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
બેના સંયોગથી ત્રણ ભંગ બને છે. ત્રણેના સંયોગથી એક ભંગ બને છે, તે મૂળપાઠથી સ્પષ્ટ છે. સંગ્રહાય સામાન્યગ્રાહી હોવાથી તે એક જ આનુપૂર્વી વગેરેને સ્વીકારે છે માટે તેમાં બહુવચનના ભંગ થતા નથી. તેથી રદ્દ ભંગ થતા નથી પરંતુ સાતભંગ જ થાય છે. २९ एयाए णं संगहस्स भंगसमुक्कित्तणयाए किं पओयणं ? एयाए णं सगहस्स भंगसमुक्कित्तणयाए संगहस्स भगोवदसणया कज्जइ ।। ભાવાર્થ - પ્રશ્ન– સંગ્રહનય સંમત ભંગસમુત્કીર્તનતાનું શું પ્રયોજન છે?
ઉત્તર- સંગ્રહનય સંમત ભંગસમુત્કીર્તનતા દ્વારા સંગ્રહનય સંમત ભંગાપદર્શન કરવામાં આવે છે. સંગ્રહનય સંમત ભંગોપદર્શનતા :|३० से किं तं संगहस्स भंगोवदसणया ? भंगोवदसणया- तिपएसिया आणुपुव्वी, परमाणुपोग्गला अणाणुपुव्वी, दुपएसिया अवत्तव्वए,
अहवा तिपएसिया य परमाणुपोग्गला य आणुपुव्वी य अणाणुपुव्वी य, अहवा तिपएसिया य दुपएसिया य आणुपुव्वी य अवत्तव्वए य, अहवा परमाणुपोग्गला य दुपएसिया य अणाणुपुव्वी य अवत्तव्वए य,
अहवा तिपएसिया य परमाणुपोग्गला य दुपएसिया य आणुपुव्वी य अणाणुपुव्वी य अवत्तव्वए य । से तं संगहस्स भंगोवदसणया । ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ભંગોના નામ વાચ્યાર્થ સહિત બતાવવા તે ભંગોપદર્શનતા કહેવાય છે. અર્થ સહિત તે ભંગો આ પ્રમાણે બને છે. અસંયોગી ત્રણ ભંગ- (૧) ત્રિપ્રદેશ સ્કન્ધ આનુપૂર્વી છે. (૨) પરમાણુપુદ્ગલ અનાનુપૂર્વી છે. (૩) ઢિપ્રદેશી સ્કન્ધ અવક્તવ્ય છે. દ્વિસંયોગી ત્રણ ભંગ- (૧) ત્રિપ્રદેશી સ્કન્ધ અને પરમાણુપુદ્ગલ, આનુપૂર્વી-અનાનુપૂર્વી છે. (૨) ત્રિપ્રદેશી સ્કન્ધ અને દ્ધિપ્રદેશી સ્કન્ધ, આનુપૂર્વી-અવક્તવ્ય છે. (૩) પરમાણુપુદ્ગલ અને દ્ધિપ્રદેશી
સ્કન્ધ અનાનુપૂર્વી, અવક્તવ્ય છે. ત્રિસંયોગી એક ભંગ- ત્રિપ્રદેશી સ્કન્ધ, પરમાણુપુદ્ગલ અને ક્રિપ્રદેશી સ્કન્ધ–આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય દ્રવ્ય છે. [આનુપૂર્વીનો વાચ્યાર્થ ત્રિપ્રદેશી સ્કન્ધ, અનાનુપૂર્વીનો વાચ્યાર્થ પરમાણુ યુગલ અને અવક્તવ્યનો વાચ્યાર્થ દ્વિપ્રદેશી સ્કન્ધ છે, તેમ સર્વત્ર જાણવું. આ પ્રમાણે સંગ્રહનય સંમત