________________
| પચમું પ્રકરણ / અનૌપનિવિકી દ્રવ્યાનુપૂર્વી
૧૦૩ ]
ભંગોપદર્શનતાનું સ્વરૂપ જાણવું. સંગ્રહનય સંમત સમવતાર :३१ से किं तं समोयारे ? समोयारे संगहस्स आणुपुव्वीदव्वाई कहिं समोयरंति? किं आणुपुव्वीदव्वेहिं समोयरंति ? अणाणुपुव्वीदव्वेहिं समोयरंति ? अवत्तव्वयदव्वेहिं समोयरति ?
संगहस्स आणुपुव्वीदव्वाइं आणुपुव्वीदव्वेहिं समोयरंति, णो अणाणुपुव्वी- दव्वेहि समोयरति, णो अवत्तव्वयदव्वेहिं समोयरति । एवं दोण्णि वि सट्ठाणे समोयरंति । से तं समोयारे ।। શબ્દાર્થ :- સોયારે = સમવતાર, સાહસ = સંગ્રહનય સંમત, સ૬ = સ્વસ્થાનમાં. ભાવાર્થ - પ્રશ્ન- સમવતારનું સ્વરૂપ કેવું છે? સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું આનુપૂર્વી દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વીદ્રવ્યમાં સમાવિષ્ટ-સમવતરિત થાય છે કે અવક્તવ્યદ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે?
ઉત્તર- સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વીદ્રવ્યમાં સમવતરિત થાય છે, અનાનુપૂર્વી કે અવક્તવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થતાં નથી. આ જ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય, આ બંને દ્રવ્ય સ્વ-સ્વ સ્થાનમાં સમાવિષ્ટ થાય છે. સંગ્રહનચસંમતઅનુગમ :३२ से किं तं अणुगमे ? अणुगमे अट्ठविहे पण्णत्ते । तं जहा
संतपयपरूवणया दव्वपमाणं च खेत्त फुसणा य ।
कालो य अंतरं भाग भाव अप्पाबहु णत्थि ॥९॥ ભાવાર્થ - પ્રશ્ન- સંગ્રહનય સંમત અનુગમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સંગ્રહનય સંમત અનુગમ આઠ પ્રકારના છે. ૧) સત્પદ પ્રરૂપણા (૨) દ્રવ્યપ્રમાણ (૩) ક્ષેત્ર (૪) સ્પર્શના (૫) કાળ (૬) અંતર (૭) ભાગ (૮) ભાવ. સંગ્રહ નય સામાન્યગ્રાહી હોવાથી તેમાં ભેદ સંભવતા નથી, તેથી તેમાં અલ્પબદુત્વ નથી. સત્પદ પ્રરૂપણા :|३३ संगहस्स आणुपुव्वीदव्वाइं किं अत्थि पत्थि ? णियमा अस्थि । एवं