________________
પચમું પ્રકરણ / અનૌપનિઘિકી દ્રવ્યાનુપૂર્વી
,
| ૧૦૧ |
લઈ અનંત પ્રદેશી આનુપૂર્વી પર્વતમાં આનુપૂર્વીત્વ સમાન છે માટે તે એક જ આનુપૂર્વી દ્રવ્યને સ્વીકારે છે. ત્રિપ્રદેશી જેટલા દ્રવ્ય તેટલી આનુપૂર્વી, ચતુષ્પદેશી જેટલા સ્કન્ધ તેટલી આનુપૂર્વી, તેમ ભેદસહિત આનુપૂર્વીદ્રવ્યને નૈગમ–વ્યવહારનય સ્વીકારે છે. તેથી તેમાં એકવચન અને બહુવચન દ્વારા કથન છે, જ્યારે સંગ્રહનય એકત્વને સ્વીકારતું હોવાથી તેમાં એકવચનથી જ કથન છે.
જેટલા પરમાણુ પુદ્ગલ છે તેમાં અનાનુપૂર્વીત્વ સમાન છે માટે એક અનાનુપૂર્વી અને તે જ રીતે એક અવક્તવ્ય દ્રવ્યને સંગ્રહનય સ્વીકારે છે. |२७ एयाए णं संगहस्स अट्ठपयपरूवणयाए किं पओयणं? एयाए णं संगहस्स अट्ठपयपरूवणयाए संगहस्स भगसमुक्कित्तणया कीरइ । ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણાનું પ્રયોજન શું છે?
ઉત્તર- સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણા દ્વારા સંગ્રહનય સંમત ભંગસમુÖનતા કરવામાં આવે છે. સંગ્રહનય સંમત ભંગસમુત્કીર્તનતા :२८ से किं तं संगहस्स भंगसमुक्कित्तणया ?
संगहस्स भंगसमुक्कित्तणया- अत्थि आणुपुव्वी, अत्थि अणाणुपुव्वी, अस्थि अवत्तव्वए, अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुव्वी य, अहवा अत्थि आणुपुव्वी य अवत्तव्वए य, अहवा अत्थि अणाणुपुव्वी य अवत्तव्वए य, अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुव्वी य अवत्तव्वए य । एवं एए सत्त भंगा । से तं संगहस्स भंगसमुक्कित्तणया । ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનય સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– ભંગોના નામોનું કથન કરવું તે ભંગસમુત્કીર્તનતા કહેવાય છે. સંગ્રહનય સંમત ભંગોનું કથન આ પ્રમાણે છે. (૧) આનુપૂર્વી છે (૨) અનાનુપૂર્વી છે (૩) અવક્તવ્ય છે. બ્રિકસંયોગી ભંગ-(૪) આનુપૂર્વી-અનાનુપૂર્વી છે (૫) આનુપૂર્વી–અવક્તવ્ય છે, (૬) અનાનુપૂર્વી અવક્તવ્ય છે, ત્રિસંયોગી ભંગ– (૭) આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય છે. વિવેચન :
ભંગસમુÖનતામાં મૂળ ત્રણ ભંગ છે. (૧) આનુપૂર્વી, (૨) અનાનુપૂર્વી અને (૩) અવક્તવ્ય