________________
[ ૧૦૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
संगहस्स अणोवणिहिया दव्वाणुपुव्वी पंचविहा पण्णत्ता,तं जहा- अट्ठपयपरूवणया, भंगसमुक्कित्तणया, भंगोवदसणया, समोयारे, अणुगमे । ભાવાર્થ - પ્રશ્ન- સંગ્રહનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સંગ્રહનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના પાંચ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે(૧) અર્થપદ પ્રરૂપણા, (૨) ભંગસમુત્કીર્તનતા, (૩) ભંગોપદર્શનતા, (૪) સમવતાર (૫) અનુગમ.
વિવેચન :
સંગ્રહનયસંમત અનૌપનિધિતી દ્રવ્યાનુપૂર્વીની પ્રરૂપણા પૂર્વોક્ત નૈગમ-વ્યવહાર નયસંમત અનોપનિધિકી દ્રવ્યાનુપૂર્વીની જેમ જ અર્થપદ પ્રરૂપણા વગેરે પાંચ પ્રકારે કરવાની છે. અર્થપદ પ્રરૂપણા વગેરેના લક્ષણ પૂર્વોક્ત રીતે જ જાણવા. સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણા - २६ से किं तं संगहस्स अट्ठपयपरूवणया ?
संगहस्स अट्ठपयपरूवणया- तिपएसिया आणुपुव्वी, चउप्पएसिया आणुपुव्वी जाव दसपएसिया आणुपुव्वी संखिज्जपएसिया आणुपुव्वी, असंखिज्जपएसिया आणुपुव्वी, अणंतपएसिया आणुपुव्वी, परमाणुपोग्गला अणाणुपुव्वी, दुपएसिया अवत्तव्वए । से तं संगहस्स अट्ठपयपरूवणया । ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ આ પ્રમાણે છે– ત્રિપ્રદેશી સ્કન્ધ આનુપૂર્વી છે, ચતુષ્પદેશી સ્કન્ધ આનુપૂર્વી છે યાવતું દસ પ્રદેશી સ્કન્ધ આનુપૂર્વી, સંખ્યાત પ્રદેશી સ્કન્ધ આનુપૂર્વી, અસંખ્યાતપ્રદેશી સ્કન્ધ આનુપૂર્વી અને અનંતપ્રદેશી સ્કન્ધ આનુપૂર્વી છે. પરમાણુ પુદ્ગલ અનાનુપૂર્વી છે, દ્ધિપ્રદેશી સ્કન્ધ અવક્તવ્ય છે. આ સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ છે.
વિવેચન :
આ સૂત્રમાં સંગ્રહાયની દષ્ટિથી આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યનો વિચાર કરવામાં આવ્યો છે. સંગ્રહનય સામાન્યગ્રાહી છે. તેથી અવિશુદ્ધ સંગ્રહનયના મતે જેટલા ત્રિપ્રદેશી સ્કન્ધ છે તે ત્રિપ્રદેશીપણું સમાન હોવાથી તે એક જ કહેવાય. તે જ રીતે ચાર પ્રદેશી જેટલા સ્કન્ધ હોય તે એક જ કહેવાય. આ રીતે અનંત પ્રદેશી સ્કન્ધ પર્યત જાણવું. વિશુદ્ધ સંગ્રહનયના મતે તો ત્રિપ્રદેશી આનુપૂર્વીથી