________________
પચમું પ્રકરણ / અનૌપનિઘિકી દ્રવ્યાનુપૂર્વી
[ ૯૯ ]
વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે નૈગમ-વ્યવહાર નય સંમત આનુપૂર્વી વગેરેનો દ્રવ્ય, પ્રદેશ અને ઉભય અપેક્ષાએ અલ્પબદુત્વ બતાવ્યો છે. દ્વવ્યાર્થથી- (૧) અવક્તવ્ય દ્રવ્ય સર્વથી થોડા છે. (૨) તેથી અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક છે. (૩) તેથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતગણા અધિક છે.
દ્રવ્યથી અવક્તવ્ય સર્વથી થોડા અને તેથી અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક છે, તેમાં વસ્તુસ્વભાવ જ કારણ છે. તેથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતગણા અધિક છે. કારણ કે અનાનુપૂર્વી દ્રવ્યને પરમાણુ યુગલ રૂપ એક જ સ્થાન પ્રાપ્ત છે અને અવક્તવ્ય દ્રવ્યોને ક્રિપ્રદેશી સ્કલ્પરૂપ એક જ સ્થાન પ્રાપ્ત છે જ્યારે આનુપૂર્વીમાં ત્રણપ્રદેશી સ્કન્ધથી લઈ અનંતપ્રદેશી સ્કન્ધ સુધીના અનંત સ્થાન પ્રાપ્ત છે, તેથી આનુપૂર્વી દ્રવ્ય, અવક્તવ્ય અને અનાનુપૂર્વીદ્રવ્ય કરતાં અસંખ્યાતગણા અધિક છે. પ્રદેશાર્થથી- (૧) અનાનુપૂર્વી સર્વથી થોડા છે. (૨) તેથી અવક્તવ્ય વિશેષાધિક છે. (૩) તેથી આનુપૂર્વી અનંતગણ અધિક છે.
અનાનુપૂર્વી–પરમાણુપુદ્ગલ અપ્રદેશી છે છતાં પ્રશૂઝ : દેશ : પ્રવેશ : સર્વસૂક્ષ્મ દેશ, નિર્વિભાગ–નિરંશ ભાગ પ્રદેશ કહેવાય છે. આવું નિર્વિભાગપણું પરમાણમાં છે તેથી પ્રદેશાર્થની અપેક્ષાએ અલ્પબદુત્વમાં તેની અપ્રદેશી હોવા છતાં ગણના કરેલ છે. પ્રદેશની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં અવક્તવ્ય દ્રવ્ય વિશેષાધિક છે. તેનું કારણ એ છે કે પ્રત્યેક અવક્તવ્ય દ્રવ્ય બે પ્રદેશ છે. જ્યારે અનાનુપૂર્વીદ્રવ્ય અપ્રદેશ છે. તેથી આનુપૂર્વી દ્રવ્યોના પ્રદેશ અનંતણા છે કારણકે અનંતપ્રદેશી સ્કન્ધનો પણ તેમાં સમાવેશ થાય છે. દ્રવ્યપ્રદેશ ઉભય અપેક્ષાએ- (૧) અવક્તવ્યદ્રવ્ય દ્રવ્યાપેક્ષાએ સર્વથી થોડા છે. (૨) અનાનુપૂર્વીદ્રવ્ય દ્રવ્ય અને અપ્રદેશાપેક્ષાએ વિશેષાધિક છે. (૩) અવક્તવ્યદ્રવ્ય પ્રદેશાર્થથી વિશેષાધિક છે. (૪) આનુપૂર્વીદ્રવ્ય દ્રવ્યાપેક્ષાએ અસંખ્યાતગણા છે. (૫) આનુપૂર્વીદ્રવ્ય પ્રદેશાપેક્ષાએ અનંતગણા અધિક છે.
સ્વાભાવિક રૂપેજ અવક્તવ્યદ્રવ્ય સર્વથી થોડા છે. તે દ્રવ્યાર્થથી જાણવા.દ્રવ્ય–અપ્રદેશ અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક કહ્યા છે, પરંતુ પ્રદેશ અપેક્ષાએ અનાનુપૂર્વી કરતાં અવક્તવ્યદ્રવ્ય ક્રિપ્રદેશી હોવાથી વિશેષ છે. આનુપૂર્વી દ્રવ્ય દ્રવ્યાર્થથી અસંખ્યાતગણી છે અને પ્રદેશાર્થતાથી અનંતગણા અધિક છે.
આ રીતે તૈગમ-વ્યવહાર નય સંમત અનોપનિધિકી દ્રવ્યાનુપૂર્વીની વક્તવ્યતા પૂર્ણ થાય છે. સંગ્રહનપસંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી :२५ से किं तं संगहस्स अणोवणिहिया दव्वाणुपुव्वी ?