________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
अणाणुपुव्वीदव्वाइं दव्वट्टयाए विसेसाहियाइं, आणुपुव्वीदव्वाइं दव्वट्टयाए असंखेज्जगुणाइं ।
५८
पएसट्ठयाए णेगम-ववहाराणं सव्वत्थोवाइं अणाणुपुव्वीदव्वाइं अपएसटुयाए, अवत्तव्वयदव्वाइं पएसट्टयाए विसेसाहियाइं, आणुपुव्वीदव्वाइं पएसट्ठयाए अणंतगुणाइं ।
दव्वट्ठ-पएसट्टयाए सव्वत्थोवाइं णेगम - ववहाराणं अवत्तव्वयदव्वाइं दव्वट्ठ- याए, अणाणुपुव्वीदव्वाइं दव्वट्टयाए अपएसट्टयाए विसेसाहियाई, अवत्तव्वयदव्वाइं पएसट्टयाए विसेसाहियाइं, आणुपुव्वीदव्वाइं दव्वट्ठयाए असंखेज्जगुणाइं, ताइं चेव पएसट्टयाए अनंतगुणाई । से तं अणुगमे । से तं णेगम-ववहाराणं अणोवणिहिया दव्वाणुपुव्वी ।
શબ્દાર્થ :-Èí = આ, આપુપુથ્વીવાળ - આનુપૂર્વી દ્રવ્ય, અળાજીપુથ્વીવાળ અનાનુપૂર્વી દ્રવ્ય, અવત્ત—યવબાખું = અવક્તવ્ય દ્રવ્ય, તબ્બકુયાપ્ = દ્રવ્યાર્થથી, પણસક્રયાપ્ પ્રદેશાર્થથી, વજ્બટ્ટુ–પËક્રયાપ્ = દ્રવ્યાર્થ, પ્રદેશાર્થથી, જ્યરે = કોણ, જ્યરેહિંતો = કોનાથી, અપ્પા = અલ્પ છે, વહુયા - અધિક છે, તુલ્લા - તુલ્ય છે, વિસેસાજિયા = વિશેષાધિક છે ? સવ્વસ્થોવાડું = સર્વથી થોડા, અસંવેન્દ્રનુળારૂં = અસંખ્યાતગુણ અધિક છે, અપËક્રયાપ્ અપ્રદેશી હોવાથી, અનંતનુખારૂં = અનંતગુણ અધિક.
=
|=
=
ભાવાર્થ :- પ્રશ્ન- ભગવાન્ ! નૈગમ વ્યવહાર નયસંમત આનુપૂર્વી દ્રવ્યો, અનાનુપૂર્વી દ્રવ્યો અને અવક્તવ્ય દ્રવ્યોમાંથી દ્રવ્યાર્થથી, પ્રદેશાર્થથી અને દ્રવ્યાર્થપ્રદેશાર્થથી કોણ—કોનાથી અલ્પ, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– ગૌતમ ! દ્રવ્યાપેક્ષાએ અવક્તવ્યદ્રવ્ય સર્વથી થોડા છે, તેનાં કરતાં અનાનુપૂર્વી દ્રવ્યો દ્રવ્યાર્થથી વિશેષાધિક છે અને તેના કરતાં આનુપૂર્વી દ્રવ્ય દ્રવ્યાર્થથી અસંખ્યાતગુણા અધિક છે.
પ્રદેશોની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય સર્વથી થોડા છે, તેથી અવક્તવ્ય દ્રવ્ય પ્રદેશોની અપેક્ષાએ વિશેષાધિક છે અને તેથી આનુપૂર્વીદ્રવ્ય પ્રદેશોની અપેક્ષાએ અનંતગુણ અધિક છે.
દ્રવ્ય–પ્રદેશ બંનેમાં અવક્તવ્ય દ્રવ્ય દ્રવ્યાપેક્ષાએ સર્વથી થોડા છે, તેથી દ્રવ્ય અને અપ્રદેશાર્થની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક છે, તેથી પ્રદેશની અપેક્ષાએ અવક્તવ્ય દ્રવ્ય વિશેષાધિક છે, તેથી આનુપૂર્વીદ્રવ્ય દ્રવ્ય અપેક્ષાએ અસંખ્યાતગણા છે અને તે જ આનુપૂર્વી દ્રવ્ય પ્રદેશાપેક્ષયા અનંતગણા અધિક છે.
આ રીતે અનુગમનું વર્ણન પૂર્ણ થાય છે, તેમજ નૈગમ–વ્યવહાર નય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીની વક્તવ્યતા પણ પૂર્ણ થાય છે.