________________
| પાચમું પ્રકરણ / અનૌપનિવિકી દ્રવ્યાનુપૂર્વી.
[ ૯૫ ]
પુનઃ આનુપૂર્વીત્વ વગેરે સ્વરૂપને પ્રાપ્ત કરે તે કાળને અંતરકાળ અથવા વિરહકાળ કહે છે.
આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય આ ત્રણે દ્રવ્યોનો જઘન્ય અંતરકાળ એક સમય છે. ત્રિપ્રદેશી સ્કન્ધ કે દ્ધિપ્રદેશી સ્કન્ધ વગેરે અવસ્થા પ્રાપ્ત કર્યા પછી સ્વાભાવિક રીતે કે પ્રયોગ દ્વારા ખંડ થઈ જવાથી આનુપૂર્વી કે અવક્તવ્ય અવસ્થા રહિત બની, એક સમયમાં પુનઃ તેમાં પરમાણુ મળી તે અવસ્થા પ્રાપ્ત કરે તો જઘન્ય એક સમયનો વિરહકાળ થાય.
અનાનુપૂર્વમાં, પરમાણુ કોઈપણ સ્કન્ધમાં જોડાય, એક સમય સ્કન્ધ સાથે સંયુક્ત રહી, છૂટું પડી, પરમાણુપણાને મેળવે, ત્યારે જઘન્ય એક સમયનો તેનો વિરહકાળ થાય છે.
આનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યમાં ઉત્કૃષ્ટ વિહરકાળ અનંતકાળનો છે. કોઈ એક વિવક્ષિત આનુપૂર્વી દ્રવ્ય તે અવસ્થાને ત્યાગી તે છૂટા પડેલા પરમાણુઓ અન્ય ક્રિપ્રદેશ, ત્રિપ્રદેશી ચતુઃ પ્રદેશી થાવત્ અનંતપ્રદેશી સ્કન્વરૂપ અનંત સ્થાનોમાં ઉત્કૃષ્ટકાળની સ્થિતિનો અનુભવ કરતાં, અનંતકાળ વ્યતીત થઈ જાય છે. તત્પશ્ચાત્ તે જ પરમાણુઓ દ્વારા તે વિવક્ષિત આનુપૂર્વીત્વ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે ઉત્કૃષ્ટ અનંતકાળનો વિરહકાળ થાય છે. અનાનુપૂર્વી દ્રવ્યમાં ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાત કાળનું છે. પરમાણુરૂપ અનાનુપૂર્વી દ્રવ્ય કોઈપણ સ્કન્ધ સાથે વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધી જ સંયુક્ત અવસ્થામાં રહી શકે છે. પરમાણુ પુદ્ગલનો તથા પ્રકારનો સ્વભાવ છે.
અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતર જ નથી કારણ કે લોકમાં અનંત આનુપૂર્વી વગેરે દ્રવ્ય વિદ્યમાન જ હોય છે. એક પણ સમય એવો નથી કે જ્યારે આનુપૂર્વી, અનાનુપૂર્વી કે અવક્તવ્ય દ્રવ્ય ન હોય.
ભાગ :| २२ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाई सेसदव्वाणं कइभागे होज्जा ? किं संखेज्जइभागे होज्जा ? असंखेज्जइभागे होज्जा ? संखेज्जेसु भागेसु होज्जा ? असंखेज्जेसु भागेसु होज्जा ?
णो संखेज्जइभागे होज्जा णो असंखेज्जइभागे होज्जा णो संखेज्जेसु भागेसु होज्जा णियमा असंखेज्जेसु भागेसु होज्जा ।
णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाइं सेसदव्वाणं कइभागे होज्जा? किं संखेज्जइभागे होज्जा? असंखेज्जइभागे होज्जा ? संखेज्जेसु भागेसु होज्जा ? असंखेज्जेसु भागेसु होज्जा ? __णो संखेज्जइभागे होज्जा असंखेज्जइभागे होज्जा णो संखेज्जेसु भागेसु होज्जा णो असंखेज्जेसु भागेसु होज्जा । एवं अवत्तव्वयदव्वाणि वि ।