________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
કાળ સુધી જ રહી શકે.
અનેક આનુપૂર્વી—અનાનુપૂર્વી–અવક્તવ્ય દ્રવ્યોની જઘન્ય–ઉત્કૃષ્ટ સ્થિતિ સર્વકાળ છે. કોઈપણ સમય એવો નથી કે જેમાં આનુપૂર્વી વગેરે દ્રવ્ય ન હોય માટે તેઓની સ્થિતિ નિયમતઃ સર્વકાલિક છે. અંતર :२१ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाणमंतरं कालओ केवचिरं होइ ?
एगं दव्वं पडुच्च जहण्णेणं एगं समयं उक्कोसेणं अणंतं कालं, णाणादव्वाइं पडुच्च णत्थि अंतरं ।
णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाणं अंतरं कालओ केवचिरं होइ ?
एग दव्वं पडुच्च जहण्णेणं एगं समयं उक्कोसेणं असंखेज्ज कालं, णाणादव्वाइं पडुच्च णत्थि अंतरं ।
णेगम-ववहाराणं अवत्तव्वयदव्वाणं अंतरं कालओ केवचिरं होइ ?
एगं दव्वं पडुच्च जहण्णेणं एगं समयं उक्कोसेणं अणंतं कालं, णाणादव्वाइं पडुच्च पत्थि अंतरं । ભાવાર્થ - પ્રશ્ન-નૈગમવ્યવહાર નયસંમત આનુપૂર્વી દ્રવ્યોનું અંતર(વિરહાકાળ) કેટલું છે?
ઉત્તર– એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર છે. અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતર–વિરહકાળ નથી.
પ્રશ્ન- નૈગમ વ્યવહારનય સંમત અનાનુપૂર્વી દ્રવ્યોનું અંતર કેટલું છે?
ઉત્તર- એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું અંતર છે. અનેક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી.
પ્રશ્ન- નૈગમ વ્યવહારનય સંમત અવક્તવ્યદ્રવ્યોનું અંતર કેટલા કાળનું છે?
ઉત્તર- એક અવક્તવ્ય દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર છે. અનેક અવક્તવ્ય દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. વિવેચન :
આનુપૂર્વી વગેરે દ્રવ્ય પોતાના આનુપૂર્વીત્વ વગેરે સ્વરૂપનો ત્યાગ કરીને જેટલા સમય પછી