________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
શબ્દાર્થ:-ક્ષેસ વલ્ગાળ = શેષ દ્રવ્યના, રૂ માત્તે = કેટલામા ભાગે, ફોગ્ગા = હોય છે? =િ શું, સંવેન્ગર્ માને = સંખ્યાતમા ભાગમાં.
૯૬
ભાવાર્થ :- પ્રશ્ન– નૈગમ–વ્યવહાર નય સંમત આનુપૂર્વીદ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામા ભાગે છે ? શું સંખ્યાતમા ભાગે, અસંખ્યાતમા ભાગે, સંખ્યાત ભાગોમાં કે, અસંખ્યાત ભાગોમાં છે ?
ઉત્તર– આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યોના સંખ્યાતમાભાગ, અસંખ્યાતમાભાગ કે સંખ્યાતભાગોમાં નથી પરંતુ નિયમા (નિશ્ચયથી) અસંખ્યાત ભાગોમાં છે.
પ્રશ્ન–નૈગમ–વ્યવહાર નયસંમત અનાનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામા ભાગે છે? શું સંખ્યાતમા ભાગ, અસંખ્યાતમા ભાગ, સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગોમાં છે ?
ઉત્તર– અનાનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યના સંખ્યાતમા ભાગ અને સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગો રૂપ નથી પરંતુ અસંખ્યાતમા ભાગે છે.
અવક્તવ્ય દ્રવ્યપણ અનાનુપૂર્વીની જેમ અસંખ્યાતમા ભાગે છે.
વિવેચન :
આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્ય અર્થાત્ અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યથી ઓછા છે કે વધુ ? અને તે અધિક્તા કે ન્યૂનતા કેટલા ભાગે છે ? તેના ઉત્તરમાં જણાવ્યું છે કે અસલેન્ગેલું માળેવું હોન્ગા=શેષ દ્રવ્યોથી અસંખ્યાતભાગો અધિક છે. તેની અસંખ્યાત ભાગોરૂપ અધિકતાનું કારણ એ છે કે આનુપૂર્વીદ્રવ્યમાં ત્રિપ્રદેશી સ્કન્ધથી લઈ અનંત પ્રદેશી સ્કન્ધ સમાવિષ્ટ છે.
અનાનુપૂર્વી દ્રવ્ય શેષ આનુપૂર્વી દ્રવ્ય અને અવક્તવ્ય દ્રવ્ય કરતાં અસંખ્યાતમા ભાગે ન્યૂન છે. તે જ રીતે અવક્તવ્ય દ્રવ્ય શેષ આનુપૂર્વી અને અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં અસંખ્યાતમા ભાગે ન્યૂન છે.
ભાવ :
२३ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं कयरम्मि भावे होज्जा ? किं उदइए भावे होज्जा ? उवसमिए भावे होज्जा ? खाइए भावे होज्जा ? खाओवसमिए भावे होज्जा ? पारिणामिए भावे होज्जा ? सण्णिवाइए भावे होज्जा ?
णियमा साइपारिणामिए भावे होज्जा । अणाणुपुव्वीदव्वाणि अवत्तव्वय- दव्वाणि य एवं चेव भाणियव्वाणि ।
શબ્દાર્થ :-યમ્મિ = કયા, પિયમા = નિયમથી, સાપ રિમિક્ = સાદિ પારિણામિક,