________________
શ્રી અયોગવાર સૂત્ર
सव्वलोयं फुसंति ?
एगदव्वं पडुच्च लोगस्स संखेज्जइभागं वा फुसंति, असंखेज्जइभागं वा फुसंति, संखेज्जे वा भागे फुसंति, असंखेज्जे वा भागे फुसंति, सव्वलोगं वा फुसंति, णाणादव्वाइं पडुच्च णियमा सव्वलोगं फुसति । __णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाणं पुच्छा ? एगं दव्वं पडुच्च णो संखेज्जइभागं फुसंति, असंखेज्जइभागं फुसंति, णो संखेज्जे भागे फुसंति, णो असंखेज्जेभागे फुसति, णो सव्वलोगं फुसति, णाणादव्वाइं पडुच्च णियमा सव्वलोग फुसति । एवं अवत्तव्वयदव्वाणि वि भाणियव्वाणि । શબ્દાર્થ: તોગ - લોકના, વિં- શું, સંલેન્જરુ મા પુતિ - લોકના સંખ્યામાં ભાગને સ્પર્શે છે ?
ભાવાર્થ :- પ્રશ્ન-નૈગમ વ્યવહાર નયસંમત આનુપૂર્વી દ્રવ્ય શું લોકના સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમાં ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને સ્પર્શે છે કે સર્વલોકને સ્પર્શે છે?
ઉત્તર-નૈગમ વ્યવહાર નયસંમત એક આનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યામાં ભાગને, અસંખ્યાતમાં ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને અથવા સર્વલોકને સ્પર્શે છે. અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ નિયમા સર્વલોકને સ્પર્શે છે.
પ્રશ્ન-નૈગમ-વ્યવહાર નય સંમત અનાનુપૂર્વી દ્રવ્ય શું લોકના સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમાં ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને કે સર્વ લોકને સ્પર્શે છે?
ઉત્તર- એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે લોકનો સંખ્યાતમો ભાગ, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો કે સર્વ લોકને સ્પર્શતા નથી પરંતુ લોકના અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે. અનેક અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ સર્વ લોકને સ્પર્શે છે.
અવક્તવ્ય દ્રવ્યોની સ્પર્શના તે જ પ્રમાણે,[અનાનુપૂર્વીની જેમ]જાણવી. વિવેચન :
આ સૂત્રમાં એક અને અનેક આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય દ્રવ્યોની સ્પર્શનાનો વિચાર કર્યો છે. ક્ષેત્ર દ્વારની જેમ જ અહીં પણ પાંચ પ્રશ્નોત્તર દ્વારા સ્પર્શના વર્ણવી છે. ક્ષેત્ર કરતા સ્પર્શના કાંઈક વિશેષાધિક હોય છે કારણ કે ક્ષેત્રની ચારે દિશાના તથા ઉર્ધ્વ-અધોદિશાના તેમજ સ્વ આધારભૂત ક્ષેત્રના જેટલા આકાશ પ્રદેશને સ્પર્શે તે તેની સ્પર્શના કહેવાય છે. જેમ કે બે આકાશપ્રદેશને અવગાહીને કોઈ અવક્તવ્ય દ્રવ્ય રહેલ હોય તો બે આકાશપ્રદેશ તેનું ક્ષેત્ર કહેવાય અને બાર આકાશ પ્રદેશની તેની સ્પર્શના