________________
પચમું પ્રકરણ / અનૌપનિઘિકી દ્રવ્યાનુપૂર્વી
[ ૯૧ ]
તેનો તાત્પર્ય આ પ્રમાણે છે(૧) સરવે માને વા દોm :- લોકના સંખ્યાતમા ભાગમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમ કેતિરછા લોક. (૨) બાજુ વાળા :- ઘણા સંખ્યાતમા ભાગમાં પણ આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમ કે- અધોલોક. (૩) અલગ માને વા દોઝા :- અસંખ્યાતમા ભાગમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમ કે– ત્રણ પ્રદેશી આદિ સ્કંધ. (૪) અહેબનોબાજુ વાળા - ઘણા અસંખ્યાતમા ભાગમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમ કે– ઘણા ત્રણ પ્રદેશી આદિ સ્કંધો અથવા ભરતક્ષેત્ર, મેરુપર્વત આદિ. (૫) સબૂનો ના હોળાઃ - સંપૂર્ણ લોકમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમ કે- અચિત્ત મહાસ્કન્ધ એક સમય માટે સર્વલોકને અવગાહે છે.
આનુપૂર્વીદ્રવ્યમાં ત્રિપ્રદેશી સ્કન્ધથી લઈ અનંતપ્રદેશી સ્કન્ધ હોવાથી તથા તે સ્કન્ધો આકાશના એક પ્રદેશથી લઈ અસંખ્યાત પ્રદેશ સુધી અવગાહના કરી શકતા હોવાથી એક–એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તેમાં સર્વ પ્રકારે અવગાહના સંભવે છે અને અનેક આનુપૂર્વીદ્રવ્યની અપેક્ષાએ તો નિયમ સર્વલોકને તે અવગાહે છે.
પરમાણુપુદ્ગલને અનાનુપૂર્વી કહેવામાં આવે છે. પ્રત્યેક પરમાણુ એક આકાશ પ્રદેશને અવગાહીને રહે છે. એકથી વધુ આકાશપ્રદેશ પર પરમાણુની અવગાહના સંભવિત નથી. એક આકાશપ્રદેશ લોકનો અસંખ્યાતમો ભાગ છે. તેથી એક અનાનુપૂર્વીનું ક્ષેત્ર લોકનો અસંખ્યાતમો ભાગ કહ્યો છે. અનાનુપૂર્વી દ્રવ્યો–પરમાણુ પુગલો આખા લોકમાં છે. તેથી અનેક અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ તેનું ક્ષેત્ર સંપૂર્ણલોક છે.
દિપ્રદેશી અબ્ધને અવક્તવ્ય કહેવામાં આવે છે. ક્રિપ્રદેશી સ્કન્ધ એક આકાશ પ્રદેશ ઉપર રહી શકે અને વધુમાં વધુ બે આકાશ પ્રદેશને અવગાહી શકે. બે આકાશપ્રદેશ પણ લોકનો અસંખ્યાતમો ભાગ જ થાય માટે એક–એક અવક્તવ્ય દ્રવ્યનું ક્ષેત્ર લોકનો અસંખ્યાતમો ભાગ છે અને અનેક અવક્તવ્ય દ્રવ્યોની અપેક્ષાએ સર્વલોક છે.
સ્પર્શના :|१९ णेगमववहाराणं आणुपुव्वीदव्वाइं लोगस्स किं संखेज्जइभागं फुसंति? असंखेज्जइभागं फुसंति ? संखेज्जे भागे फुसंति ? असंखेज्जे भागे फुसंति ?