________________
૯૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર- એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યામાં ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે સર્વ લોકમાં અવગાઢ નથી પરંતુ લોકના અસંખ્યાતમા ભાગમાં અવગાઢ છે, અનેક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ નિયમા સર્વલોકમાં અવગાઢ છે.
તે જ પ્રમાણે અવક્તવ્ય દ્રવ્યના વિષયમાં જાણવું અર્થાત્ તે પણ એક દ્રવ્યની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અવગાઢ છે અને અનેક દ્રવ્યની અપેક્ષાએ નિયમા સર્વલોકમાં અવગાઢ છે.
વિવેચન :
આ સૂત્રમાં આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય દ્રવ્યના ક્ષેત્રનો નિર્ણય કરવા પાંચ પ્રશ્ન ઉપસ્થિત
કર્યા છે.
દ્રવ્યાનુપૂર્વીગત પુગલનું ક્ષેત્ર
આનુપૂર્વ - અનાનુપૂર્વી એક અનેક | એક અનેક
અવક્તવ્ય એક અનેક
૧. લોકના સંખ્યાતમાં ભાગમાં
હા
ના
|
ના
૨. લોકના અસંખ્યાતમાં ભાગમાં ૩. લોકના સંખ્યાત ભાગોમાં ૪. લોકના અસંખ્યાત ભાગોમાં
૫. સર્વ સમસ્ત લોકમાં તે રહે છે?
હા
આનુપૂર્વી દ્રવ્યઃ- ત્રિપ્રદેશી સ્કન્ધથી લઈ અનંત પ્રદેશી સ્કન્ધ આનુપૂર્વી કહેવાય છે.
ત્રિપ્રદેશી સ્કન્ધથી લઈ અનંતપ્રદેશી સ્કન્ધ એક આકાશ પ્રદેશ પર રહી શકે છે, એ આકાશ પ્રદેશ ઉપર પણ અવગાહન કરી શકે છે, (રહી શકે છે) અને ત્રિપ્રદેશી સ્કન્ધ હોય તો વધુમાં વધુ ત્રણ આકાશપ્રદેશ પર અવગાઢ થઈ શકે છે. એક, બે, ત્રણ અને વધુમાં વધુ જેટલા પ્રદેશી સ્કન્ધ હોય તેટલા આકાશપ્રદેશ ઉપર અવગાહના કરી શકે છે. સંખ્યાતપ્રદેશી સ્કન્ધ એક આકાશપ્રદેશથી લઈ સંખ્યાત આકાશપ્રદેશ પર અવગાહન કરી શકે છે. અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ એકથી લઈ પોતાના જેટલા અસંખ્યાત આકાશપ્રદેશ હોય તેટલા આકાશપ્રદેશ પર સ્થિત થઈ શકે છે. અનંતપ્રદેશી સ્કન્ધ એક પ્રદેશથી લઈ અસંખ્યાત આકાશપ્રદેશ ઉપર સ્થિત થઈ શકે છે. લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે. તેથી તે અનંત પ્રદેશી સ્કંધ પણ અસંખ્યાત આકાશ પ્રદેશ ઉપર જ અવગાહિત થઈ શકે છે. અચિત્ત મહાસ્કન્ધ મધ્યવર્તી એક સમય માટે સર્વલોકમાં વ્યાપક બને છે.
આનુપૂર્વી દ્રવ્યની ક્ષેત્ર અને સ્પર્શનાની પુચ્છામાં સર્વ પ્રશ્નોના ઉત્તરમાં સૂત્રકારે હા પાડી છે.