________________
પચમું પ્રકરણ / અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી |
(૧) અર્થપદપ્રરૂપણા - સંજ્ઞા અને સંજ્ઞી, વાચક (શબ્દ) અને વાચ્ય (પદાર્થ)ના સંબંધ માત્રનું કથન કરવું તે અર્થપદ પ્રરૂપણા છે. ચણક વગેરે પદાર્થ જે પદ દ્વારા પ્રરૂપિત કરાય છે, તે અર્થપદ કહેવાય. તેની પ્રરૂપણા તે અર્થપદ પ્રરૂપણા છે. (૨) ભંગ સમુત્કીર્તનતા - પૃથ–પૃથફ ભંગો તથા સંયોગજનિત ભંગોનું સંક્ષેપમાં–નામ માત્ર દ્વારા કથન કરવું તે ભંગ સમુત્કીર્તનતા કહેવાય છે. (૩) ભંગોપદર્શનતાઃ – ભંગના નામનો અર્થ કરી, અર્થરૂપે ભંગોનું ઉપદર્શન કરાવવું, તે ભંગોપદર્શનતા કહેવાય છે. ભંગસમુત્કીર્તનતામાં ભંગ વિષયક સૂત્રનું માત્ર ઉચ્ચારણ કરાય છે અર્થાત્ ભંગોના નામો જ બતાવવામાં આવે છે જ્યારે ભંગોપદર્શનતામાં તે જ ભંગ અર્થ સાથે કહેવાય છે. (૪) સમાવતાર - આનુપૂર્વી વગેરે દ્રવ્યોનો સ્વસ્થાન-પરસ્થાનમાં અંતર્ભાવ થાય છે, તેનો વિચાર કરવો તે સમવતાર કહેવાય છે. (૫) અનુગમ :- સત્પદપ્રરૂપણા વગેરે અનુયોગ દ્વારોથી આનુપૂર્વી આદિ દ્રવ્યોનો વિચાર કરવો તે અનુગમ છે. નૈગમ-વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણા - ७ से किं तं णेगम-ववहाराणं अट्ठपयपरूवणया ?
णेगम-ववहाराणं अट्ठपयपरूवणया- तिपएसिए आणुपुव्वी, चउपए सिए आणुपुव्वी जाव दसपएसिए आणुपुव्वी, संखेज्जपएसिए आणुपुव्वी, असंखेज्ज- पऐसिए आणुपुव्वी, अणंतपएसिए आणुपुव्वी । परमाणुपोग्गले अणाणुपुव्वी । दुपएसिए अवत्तव्वए । तिपएसिया आणुपुव्वीओ जाव अणंतपए सियाओ आणुपुव्वीओ परमाणुपोग्गला अणाणुपुव्वीओ । दुपएसिया अवत्तव्वगाई । से तं गम-ववहाराणं अट्ठपयपरूवणया । ભાવાર્થ - પ્રશ્ન-નગમ-વ્યવહાર નય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નૈગમ વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણા(આનુપૂર્વીનું સ્વરૂ૫) આ પ્રમાણે છેત્રિપ્રદેશી સ્કન્ધ આનુપૂર્વી છે, ચતુષ્પદેશી સ્કન્ધ આનુપૂર્વી છે યાવદસ પ્રદેશી સ્કન્ધ, સંખ્યાત, અસંખ્યાત અને અનંતપ્રદેશી સ્કન્ધ આનુપૂર્વી છે. પરમાણુ પુદ્ગલ અનાનુપૂર્વી છે. ક્રિપ્રદેશી સ્કન્ધ અવક્તવ્ય છે. (બહુવચનથી) ત્રિપ્રદેશી સ્કન્ધો આનુપૂર્વીઓ છે વાવત અનંતપ્રદેશી સ્કન્ધો આનુપૂર્વીઓ છે. અનેક પરમાણુ પુદ્ગલ અનેક અનાનુપૂર્વીઓ છે અને અનેક ક્રિપ્રદેશી સ્કન્ધ અનેક અવક્તવ્ય છે. આ નૈગમવ્યવહાર નયસંમત આનુપૂર્વીનું સ્વરૂપ છે.