________________
[ ૭૪ ]
શ્રી અયોગવાર સૂત્ર
આનુપૂર્વી કહેવાય છે.
લોકમાં સ્થિત પુદ્ગલ સ્કન્ધો ક્રમથી ગોઠવાયેલા નથી તેની, તે જ રીતે વિચારણા કરવી તે અનૌપનિધિશ્રી આનુપૂર્વી કહેવાય છે. ૩:- ઓપનિધિતી દ્રવ્યાનુપૂર્વી અને અનૌપનિધિતી દ્રવ્યાનુપૂર્વી, આ બે માં ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી અલ્પવિષયવાળી છે. તેની વક્તવ્યતા અલ્પ હોવાથી શાસ્ત્રકાર તેનું વર્ણન પહેલાં ન કરતાં અનૌપનિધિતીનું વર્ણન પહેલાં કરે છે. આ વાત સૂત્રકારે 'પા' પદ દ્વારા સૂચવી છે. ઔપનિધિતી દ્રવ્યાનુપૂર્વી સ્થાપ્ય છે હમણા તેનું કથન ન કરતાં અનોપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું વર્ણન સૂત્રકારે કર્યું છે. 'સૂત્રામાં વિવિત્રા
તિઆ ઉક્તિ અનુસાર સૂત્રમાં ક્યારેક સંક્ષિપ્ત વર્ણન પહેલાં કરવામાં આવે છે તો ક્યારેક વિસ્તૃત વર્ણન પહેલાં કરવામાં આવે છે. પ્રસ્તુતમાં વિસ્તૃત વર્ણનને પ્રાથમિકતા આપી છે. અનૌપનિધિશ્રી આનુપૂર્વીના બે ભેદ :- અનૌપનિધિની આનુપૂર્વીના નૈગમ-વ્યવહાર નય સંમત અને સંગ્રહનય સંમત એવા બે ભેદ છે. નૈગમ-સંગ્રહ અને વ્યવહાર આ ત્રણ નય, દ્રવ્યાર્થિક નય છે અને શેષ ચાર નય પર્યાયને વિષય કરે છે માટે પર્યાયાર્થિક નય છે. પ્રસ્તુત અનૌપનિધિકી આનુપૂર્વી પરમાણુથી લઈ અનંતપ્રદેશી સ્કન્ધને વિષય કરે છે માટે દ્રવ્યાર્થિક નયથી જ અનૌપનિધિકી આનુપૂર્વીનું સ્વરૂપ બતાવવું ઉચિત છે. દ્રવ્યાર્થિક નયના બે પ્રકાર છે, વિશુદ્ધ અને અવિશુદ્ધ. નૈગમનય અને વ્યવહારનય અનંત પરમાણુ, અનંત દ્રયણક, આમ અનેક દ્રવ્યને તથા કૃષ્ણ વગેરે અનેક ગુણોના આધારભૂત ત્રિકાલવર્તી દ્રવ્યને વિષય કરે છે. આ રીતે અનેક ભેદોને સ્વીકારવાથી અવિશુદ્ધ છે. સંગ્રહનય અનેકરૂપ દ્રવ્યને નહીં પણ એકરૂપ દ્રવ્યને સ્વીકારે છે. ભિન્ન-ભિન્ન પરમાણુમાં પરમાણુત્વ સામાન્ય એક છે માટે સંગ્રહાય તેને એકરૂપે જ સ્વીકારે છે. તેથી તેમાં ભેદ નથી તેથી તે વિશુદ્ધ છે. દ્રવ્યાનુપૂર્વીના શુદ્ધ-અશુદ્ધ બંને સ્વરૂપ બતાવવા, અનૌપનિધિકી આનુપૂર્વીના બે ભેદ કરવામાં આવ્યા છે. નૈગમ-વ્યવહાર સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના ભેદ :| ६ से किं तं णेगम-ववहाराणं अणोवणिहिया दव्वाणुपुव्वी ?
णेगम-ववहाराणं अणोवणिहिया दव्वाणुपुव्वी पंचविहा पण्णत्ता,तं जहाअटुपयपरूवणया, भगसमुक्कित्तणया, भगोवदसणया, समोयारे, अणुगमे । ભાવાર્થ - પ્રશ્ન– નૈગમ-વ્યવહારનય સંમત અનોપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નૈગમ-વ્યવહારનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના પાંચ ભેદ છે, તે આ પ્રમાણે છે– (૧) અર્થપદ પ્રરૂપણા, (૨) ભંગ સમુત્કીર્તનતા, (૩) ભંગોપદર્શનતા, (૪) સમવતાર (૫) અનુગમ. વિવેચન :
નિગમ-વ્યવહારનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના પાંચ પ્રકાર છે, તેના લક્ષણ આ પ્રમાણે છે