________________
પાચમું પ્રકરણ / અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી
ઉત્તર– જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વીના બે પ્રકાર છે. (૧) ઔપનિધિકી અને (૨) અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી.
૭૫
તેમાં ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી સ્થાપ્ય છે અર્થાત્ ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું કથન પાછળથી કરવા માટે સ્થાપિત કરીને પહેલાં અનૌપનિધિકીનું સ્વરૂપ સૂત્રકાર દર્શાવે છે.
५ तत्थ णं जा सा अणोवणिहिया सा दुविहा पण्णत्ता, ખેમવવહા- રાળ, સંવહસ્સે હૈં ।
તેં નહા
શબ્દાર્થ :-ખેમવવારા = નૈગમ-વ્યવહારનય સંમત અને, સંTH = સંગ્રહનય સંમત. ભાવાર્થ : – તેમાં જે અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી છે, તેના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) નૈગમ–વ્યવહાર નય સંમત (૨) સંગ્રહનયસંમત
વિવેચન :
આ સૂત્રમાં દ્રવ્યાનુપૂર્વીના સ્વરૂપનું નિદર્શન છે. 'તદેવ' પદ દ્વારા અને 'ગાવ' પદ દ્વારા નામાનુપૂર્વી, સ્થાપનાનુપૂર્વી અને દ્રવ્યાનુપૂર્વીમાં આગમથી દ્રવ્યાનુપૂર્વી, જ્ઞાયકશરી૨ નોઆગમથી દ્રવ્યાનુપૂર્વી, ભવ્યશરીરનોઆગમથી દ્રવ્યાનુપૂર્વી સુધીનો પાઠ, આવશ્યક પ્રમાણે જાણી લેવાની સૂચના આપવામાં આવી છે. કેટલીક પ્રતોમાં દ્રવ્યાનુપૂર્વીનો પૂરો પાઠ,પૂર્વવત્ જોવા મળે છે. પ્રસ્તુત સંસ્કરણમાં સંક્ષિપ્ત પાઠ સ્વીકારેલ છે.
તવ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વીના બે ભેદ બતાવ્યા છે.
ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી :– 'ઔપનિધિકી' શબ્દમાં મૂળ શબ્દ 'ઉપનિધિ' છે. 'ઉપ' ઉપસર્ગનો અર્થ છે, સમીપ—નજીક અને 'નિધિ'નો અર્થ છે રાખવું અર્થાત્ કોઈ વિવક્ષિત એક પદાર્થને પહેલા સ્થાપિત કરી, તત્પશ્ચાત્ તેની પાસે–સમીપમાં પૂર્વાનુપૂર્વી વગેરે ક્રમથી અન્ય—અન્ય પદાર્થને રાખવામાં આવે તો તે ઉપનિધિ કહેવાય છે. જે આનુપૂર્વીમાં આ ઉપનિધિ પ્રયોજનભૂત છે, તે ઔપનિધિકી આનુપૂર્વી કહેવાય.
છ દ્રવ્ય, સામાયિક વગેરે છ અધ્યયન, દ્વિ–ત્રિ—–ચતુઃપ્રદેશી વગેરે સ્કન્ધોનું પૂર્વાનુપૂર્વી વગેરે ત્રણમાંથી કોઈ પણ ક્રમથી સ્થાપન કે કથન વિધિને ઔપનિધિકી આનુપૂર્વી કહે છે.
--
અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી - અનુપનિધિ—પૂર્વાનુપૂર્વી વગેરે ક્રમથી પદાર્થની સ્થાપના, વ્યવસ્થા ન કરવી તે અનૌપનિધિકી આનુપૂર્વી કહેવાય છે.લોકમાં દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી વગેરે સ્કન્ધો ક્રમથી ગોઠવાયેલા નથી. લોકમાં પરમાણું વગેરે જે પુદ્ગલો જેમ છે તેમ તેની વિચારણા કરવી તે અનૌપનિધિકી કહેવાય છે. પરમાણુ વગેરે પુદ્ગલ દ્રવ્ય ક્રમથી ગોઠવાયેલા ન હોવા છતાં તેમાં આદિ, મધ્યમ અને અંત સંભવિત હોવાથી તેને આનુપૂર્વી કહેવામાં આવે છે. પુદ્ગલ સ્કન્ધોનું ક્રમથી કથન કરવામાં આવે તો તે ઔપનિધિકી