________________
'પચ પ્રકરણ / અનૌપનિધિી દ્રવ્યાનપૂર્વી
:
[ ૭૩ ]
પાંચમું પ્રકરણ આનુપૂર્વી – અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી
ઉપક્રમના આનુપૂર્વી આદિ છ ભેદ :| १ अहवा उवक्कमे छव्विहे पण्णत्ते, तं जहा- आणुपुव्वी, णाम, पमाणं, वत्तव्वया, अत्थाहिगारे, समोयारे । ભાવાર્થ - અથવા ઉપક્રમ છ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) આનુપૂર્વી (૨) નામ (૩) પ્રમાણ (૪) વક્તવ્યતા (૫) અર્વાધિકાર (૬) સમવતાર. વિવેચન :
પૂર્વે ૭ ભેદ વડે નિક્ષેપની દષ્ટિએ ઉપક્રમનું સામાન્ય વર્ણન કરી શાસ્ત્રકારે પ્રસ્તુત સૂત્રમાં બીજી રીતે આનુપૂર્વી આદિ ઉપક્રમના છ પ્રકાર દર્શાવ્યા છે. જેમાં આનુપૂર્વી અને નામ આદિના માધ્યમે વિસ્તૃત મેદાનભેદથી વર્ણન કર્યું છે. (૧) આનુપૂર્વી – આનુપૂર્વી એટલે અનુક્રમ–ક્રમ. વસ્તુના અનેક ભેદો-પ્રકારોનું ક્રમ સાથે વર્ણન તે આનુપૂર્વી કહેવાય અથવા એક વસ્તુને સ્થાપી પછી બીજી, ત્રીજી વસ્તુને અનુક્રમે સ્થાપવી તે પણ આનુપૂર્વીનો પ્રકાર છે. (૨) નામ :- જીવ-અજીવ કોઈપણ વસ્તુનો અભિધાયક–વાચક શબ્દ 'નામ' કહેવાય છે. (૩) પ્રમાણ:- વસ્તુના સ્વરૂપને સારી રીતે જાણવું અથવા માપવું તે પ્રમાણ' કહેવાય છે. (૪) વક્તવ્યતા - અધ્યયન વગેરેના પ્રત્યેક અવયવના અર્થનું યથાસંભવ વિવેચન કરવું તે 'વક્તવ્યતા' કહેવાય છે. (૫) અર્વાધિકાર :- અધ્યયનમાં વર્ણિત વિષયના અર્થનું કથન તે 'અર્વાધિકાર' કહેવાય છે. () સમવતાર – વસ્તુ સ્વ-પર-ઉભયમાં ક્યાં સમાવેશ પામે છે તે વિચારણા 'સમવતાર' કહેવાય છે. આનુપૂર્વીના દશ પ્રકાર :| २ से किंतं आणुपुव्वी ? आणुपुव्वी दसविहा पण्णत्ता,तं जहा- णामाणुपुव्वी,