________________
| ત્રીજુ પ્રકરણ/ સ્કંધ નિક્ષેપ
[ ૫૯ ]
શબ્દાર્થ -પંકલ્પો પિંડ સમુદાય રૂપે અર્થનું, વા = વર્ણન કરી, સમાસેળ = સંક્ષેપમાં, તો = આ, પુખ = પુનઃ ભાવાર્થ :- આ રીતે (પૂર્વ સૂત્રમાં) આવશ્યક સૂત્રના સમુદાયાર્થનું સંક્ષેપ કથન કર્યું છે, હવે એક-એક અધ્યયનનું વર્ણન કરીશ. (એમ સૂત્રકાર પ્રતિજ્ઞા કરે છે.)
તે છ આવશ્યકના નામ આ પ્રમાણે છે. (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિસ્તવ, (૩) વંદના, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ (૬) પ્રત્યાખ્યાન. વિવેચન :
સૂત્ર ૨૧માં આવશ્યકતા છ અર્થાધિકારના નામ દ્વારા તેના છ અધ્યયનોના વિષય વસ્તુનું કથન કર્યું છે. આવશ્યકોની સાધના-આરાધનાથી આ છ ની ઉપલબ્ધિ, પ્રાપ્તિ થાય છે અથવા જે છ વસ્તુ કરણીય છે, તેનો બોધ, આ અર્થ દ્વારા થાય છે માટે તેને અર્વાધિકાર કહેવામાં આવે છે.
આવશ્યક નામ-અર્થાધિકાર
આવશ્યક
નામ સામાયિક ચતુર્વિશતિસ્તવ વંદના
પ્રતિક્રમણ કાયોત્સર્ગ પ્રત્યાખ્યાન
અર્થાધિકાર - સાવધયોગ- ઉત્કીર્તન
વિરતિ
ગુણ ધારણા
ગુણવત્- પ્રતિપત્તિ
અલિત- ત્રણ- નિંદા ચિકિત્સા
(૧) સાવધ યોગ વિરતિ :- પ્રથમ સામાયિક નામના આવશ્યકનો અર્થ છે સાવધયોગથી વિરમવું. હિંસા-અસત્ય વગેરે સાવધયોગ છે–પાપકારી કાર્યો, નિંદનીય કાર્યો છે, તેનો ત્યાગ કરવો, તેનાથી વિરત થવું. હિંસાદિ કાર્યથી થતી મલિન માનસિક વૃત્તિઓની સન્મુખ ન થવું, તે સાવધયોગ વિરતિ અર્થાધિકાર છે.
(૨) ઉત્કીર્તન - સાવધયોગ વિરતિ દ્વારા જેઓ સ્વયં સિદ્ધ–બુદ્ધ મુક્ત થયા અને આત્મશુદ્ધિ માટે સાવધ યોગ રૂપ પ્રવૃત્તિના ત્યાગનો જેઓએ લોકોને ઉપદેશ આપ્યો, તેવા ઉપકારી તીર્થકરોના ગુણોની સ્તુતિ કરવી તે બીજા ચતુર્વિશતિ સ્તવ નામના આવશ્યકનો ઉત્કીર્તન અર્થાધિકાર છે. (૩) ગુણવત્પતિપ્રતિ – વંદના નામના ત્રીજા આવશ્યકનો અર્થ છે–સાવધયોગ વિરતિની સાધનામાં ઉધમવંત ગુણવાન, મુળગુણ–ઉત્તર ગુણના ધારક સંયમી શ્રમણોની પ્રતિપતિ એટલે આદર-સન્માન