________________
[ ૬૦ |
શ્રી અયોગવાર સૂત્ર
ભાવ રાખવો. ગુણવાન પ્રત્યે આદરભાવ ગુણવત્પતિપતિ અર્વાધિકાર છે. (૪) અલિતનિંદા – પ્રતિક્રમણ નામના ચોથા આવશ્યકનો અર્થ છે, સંયમ સાધના દરમ્યાન પ્રમાદથી થયેલ ખલના લાગેલા અતિચાર અને દોષોની નિંદા-ગહ કરવી. આ અલિતનિંદા અર્વાધિકાર છે.
(૫) વ્રણચિકિત્સા :- કાયોત્સર્ગ નામના પાંચમા આવશ્યકનો અર્થ છે, અતિચારજન્ય દોષરૂપી ભાવવ્રણ-ઘાનું પ્રાયશ્ચિત રૂ૫ ઔષધોપચારથી નિરાકરણ કરવું. આ ત્રણચિકિત્સા અર્વાધિકાર છે. () ગુણધારણા – પ્રત્યાખ્યાન નામના છઠ્ઠા આવશ્યકનો અર્થ છે, પ્રાયશ્ચિત દ્વારા દોષોનું પ્રમાર્જન કરી, મૂળગુણો, ઉત્તરગુણોની નિર્દોષ ધારણા કરવી. આ ગુણધારણા અર્વાધિકાર છે.
સૂત્ર રર, પ્રતિજ્ઞા વાક્ય છે. પૂર્વે સૂત્ર ૨૧માં આવશ્યકોના જે અર્થ સંક્ષેપમાં કહ્યા છે, તેનું વિશદ વર્ણન કરવા અહીં તે અધ્યયનોના પૃથક પૃથક નામ બતાવ્યા છે. બંને સૂત્રનું સંયુક્ત તાત્પયાર્થ આ પ્રમાણે છે(૧) સામાયિક નામનું અધ્યયન, સર્વસાવધયોગની વિરતિનું પ્રતિપાદક છે. (૨) ચતુર્વિશતિસ્તવ નામનું અધ્યયન, ચોવીસ તીર્થકરોના સ્તવન–ગુણાનુવાદ કરવાથી ઉત્કૃતન રૂપ
(૩) વંદના નામનું અધ્યયન, મૂળ-ઉત્તરગુણ સંપન્ન મુનિઓનું બહુમાન કરવા રૂપ છે, તેથી તે ગુણવાનોની વિનય પ્રતિપતિનું પ્રતિપાદક છે. (૪) પ્રતિક્રમણ નામનું અધ્યયન, મૂળ–ઉત્તરગુણોથી અલિત થતાં જે અતિચાર લાગે, તેનું નિરાકરણ કરતું હોવાથી અલનાનિંદા અર્થાધિકાર રૂપ છે. (૫) કાયોત્સર્ગ નામનું અધ્યયન, ચારિત્રપુરુષના અતિચાર રૂપી ભાવવ્રણની પ્રાયશ્ચિતરૂપ ચિકિત્સા કરતું હોવાથી વ્રણચિકિત્સા અર્થાધિકારરૂપ છે. (૬) પ્રત્યાખ્યાન નામનું અધ્યયન, મૂળ–ઉત્તર ગુણોને નિરતિચારપણે ધારણ કરવા રૂપ હોવાથી ગુણધારણાત્મક છે.
તાત્પર્ય એ છે કે સુત્ર રરમાં છ આવશ્યકનો નામોલ્લેખ છે અને સુત્ર ૨૧માં તેના અર્થનું સ્પષ્ટીકરણ
|| પ્રકરણ :