SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ (૨) કાય ઃ– પૃથ્વીકાયાદિની જેમ સમૂહરૂપ હોવાથી સ્કન્ધને કાય કહેવાય છે. (૩) નિકાય :– ષટ્જવનિકાયની જેમ સ્કન્ધ નિકાય રૂપ છે. શ્રી અનુયોગદ્વાર સૂત્ર (૪) સ્કન્દ :– દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી આદિરૂપે સંશ્લિષ્ટ હોવાથી સ્કન્ધ કહેવાય છે. (૫) વર્ગ :− ગાયના વર્ગની જેમ હોવાથી વર્ગ કહેવાય છે. (૬) રાશિ ઃ— ચોખા, ઘઉં વગેરે ધાન્યની જેમ રાશિવત્ ઢગલારૂપ હોવાથી સ્કન્ધ રાશિ કહેવાય છે. (૭) પુંજ :– એકત્રિત કરેલ ધાન્યના ઢગલાની જેમ હોવાથી પુંજ કહેવાય છે. (૮) પિંડ :– ગોળ વગેરેની જેમ પિંડવત્ હોવાથી પિંડ કહેવાય છે. (૯) નિકર :– ચાંદી વગેરેના સમૂહની જેમ હોવાથી નિકર કહેવાય છે. (૧૦) સંઘાત :— મહોત્સવમાં એકત્રિત જનસમૂહની જેમ હોવાથી સંઘાત કહેવાય છે. (૧૧) આકુળ :– આંગણામાં એકત્રિત જનસમૂહ જેવા હોવાથી આકુળ કહેવાય છે. (૧૨) સમૂહ :– નગરાદિના જનસમૂહ જેવા હોવાથી સમૂહ કહેવાય છે. આ રીતે સ્કન્ધ નિક્ષેપનું વર્ણન સમાપ્ત થાય છે અને સૂત્ર ૭ માં કરેલ પ્રતિજ્ઞાનુસાર આવશ્યક નિક્ષેપ અને સ્કંધ નિક્ષેપનું વર્ણન પૂર્ણ થાય છે. હવે અધ્યયનના નિક્ષેપનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. એક શ્રુત સ્કંધ રૂપ આવશ્યક સૂત્રમાં ૬ અધ્યયન છે. તેમાં જ સૂત્રનો સંપૂર્ણ વિષય છે. તેથી સૂત્રકાર તે અઘ્યયનોનો વિષય અને નામથી પરિચય આપી પછી પ્રથમ અધ્યયન સામાયિકનું ચાર અનુયોગદ્વારથી વ્યાખ્યાન કરશે. તે ચાર દ્વારમાં બીજું દ્વાર નિક્ષેપ છે. તેમાં આ અધ્યયનનો નિક્ષેપ કરવામાં આવશે. આવશ્યકના અર્થાધિકાર અને અધ્યયન : २१ आवस्सगस्स णं इमे अत्थाहिगारा भवंति । तं जहा सावज्जजोगविरइ, उक्कित्तण गुणवओ य पडिवत्ती । खलियस्स णिंदणा, वणतिगिच्छ गुणधारणा चेव ॥६॥ ભાવાર્થ :આવશ્યક સૂત્રના અર્થાધિકારના નામ આ પ્રમાણે છે–(૧) સાવધયોગ વિરતિ (૨) ઉત્કીર્તન (૩) ગુણવાનની વિનય પ્રતિપતિ (૪) સ્ખલિત પાપ–દોષની નિંદા (૫) વ્રણ ચિકિત્સા (૬) ગુણધારણા. २२ आवस्सगस्स एसो, पिंडत्थो वण्णिओ समासेणं । तो एक्क्कं पुण, अज्झयणं कित्तइस्सामि ॥७॥ તેં નહા- સામાન્ડ્સ, ચડવીતત્થઓ, વંવળ, હિમાં, જાતસ્સો, पच्चक्खाणं ।
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy