________________
ત્રીજુ પ્રકરણ/ સ્કંધ નિક્ષેપ
[ ૧૭ ]
समुदयसमिइसमागमेणं णिप्फण्णे आवस्सगसुयक्खंधे भावखंधे त्ति लब्भइ । से तं णोआगमओ भावखंधे । से तं भावखंधे । શબ્દાર્થ – ગોગામો ભાવ = નોઆગમત ભાવસ્કન્દ, લવ = આ, સામાફિયમ્ = સામાયિક, માયાળ = વગેરે, છ ટુંક છે, અયન = અધ્યયનોના, સમુહ સમ સમાન = સમુદાય સમિતિ સમાગમથી (સમુદાયરૂપે મળવાથી), Bv = નિષ્પન્ન, વસ્તસુયરાધે = આવશ્યકશ્રુતસ્કન્ધ, માવહ = ભાવસ્કન્ધપણાને, તમ = પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :- આ સામાયિક વગેરે છ અધ્યયનો એકત્રિત થવાથી જે સમુદાય સમૂહ (આવશ્યક સૂત્ર રૂપ એક શ્રુત સ્કંધ થાય છે) તે નોઆગમથી ભાવસ્કંધ કહેવાય છે. આ નોઆગમથી ભાવસ્કંધનું સ્વરૂપ છે. ભાવસ્કંધનું સ્વરૂપ પૂર્ણ થયું. વિવેચન :
આ સૂત્રમાં નોઆગમથી ભાવસ્કન્ધનું સ્વરૂપ દર્શાવ્યું છે. છ અધ્યયનના સમુદાય રૂપ આ સ્કંધમાં તલ્લીન થવા રૂપ ઉપયોગના કારણે તે ભાવસ્કંધ છે. છ અધ્યયનના સમૂહ રૂપ આ ભાવસ્કંધમાં મુખવસ્ત્રિકા, રજોહરણ, વંદનાદિ વ્યાપાર રૂપ ક્રિયા હોય ત્યારે તેને નોઆગમતઃ કહે છે.
'સમુદયમ નાઇ':-છ અધ્યયન સમુદાયનું એકત્રિત થઈ એક સ્કંધરૂપ-આવશ્યક સૂત્રરૂપ થવું. અર્થાત્ છ અધ્યયનોનો સમૂહ એક શ્રુતસ્કંધરૂપ આવશ્યક સૂત્ર કહેવાય છે. કલ્પના પર્યાયવાચી નામ :| २० तस्स णं इमे एगट्ठिया णाणाघोसा णाणावंजणा णामधेज्जा भवंति । તે ગણ
गण काय णिकाय खंध वग्ग, रासी पुंजे य पिंड णियरे य ।
संघाय आकुल समूह, भावखंधस्स पज्जाया ॥५॥ से तं खंधे । ભાવાર્થ :- આ ભાવ સ્કન્ધના વિવિધ ઘોષ અને વ્યંજનવાળા એકાર્થક પર્યાયવાચી નામ આ પ્રમાણે છે. ગણ, કાય,નિકાય, સ્કન્ધ, વર્ગ, રાશિ, પંજ, પિંડ, નિકર, સંઘાત, આકુળ અને સમૂહ. આ ભાવસ્કન્ધના એકાર્થક પર્યાયવાચી નામ છે.
વિવેચન :
(૧) ગણ - મલ્લ વગેરે ગણોની જેમ સ્કન્ધ અનેક પરમાણુઓના સંશ્લિષ્ટ પરિણામયુક્ત હોવાથી ગણ કહેવાય છે.