________________
| ત્રીજુ પ્રકરણ/ સ્કંધ નિક્ષેપ
1
- ૫૫ |
અકસ્નતાના પ્રકરણમાં તે સ્કન્ધોની અકસ્નતા બતાવવામાં આવી છે. ઉદાહરણ એક હોવા છતાં તેમાં વિવક્ષા ભિન્ન-ભિન્ન છે. અકૃત્ન એટલે અપરિપૂર્ણ. જે સ્કન્ધથી બીજો કોઈ મોટો સ્કન્ધ હોય તો તે અપરિપૂર્ણ કહેવાય અને તે જ કારણે તે અકસ્ન બની જાય છે. ત્રિપ્રદેશીસ્કન્ધ કરતાં દ્ધિપ્રદેશી સ્કન્ધ નાનો છે તેથી તે અપૂર્ણ છે. ચતુષ્પદેશી સ્કન્ધની અપેક્ષાએ ત્રિપ્રદેશી સ્કન્ધ અપૂર્ણ છે. કૃ—–જેનાથી મોટો સ્કન્ધ ન હોય તે. અંતિમ સ્કન્ધ અચિત્ત મહાત્કંધ સૌથી મોટો સ્કન્ધ છે. તે સિવાયના બધા સ્કન્ધ અકૃત્ન છે.
અનેક દ્રવ્યસ્કન્ધ :१६ से किं तं अणेगदवियखंधे ? अणेगदवियखंधे तस्सेव देसे अवचिए तस्सेव देसे उवचिए । से तं अणेगदवियखंधे । से तं जाणगसरीरभवियसरीरवइरित्ते दव्वखंधे । से तं णोआगमओ दव्वखंधे । से तं दव्वखंधे । શબ્દાર્થ –અનેરા વિધે= અનેક દ્રવ્યસ્કન્ધ, તરૂંવ = તેનો જ, તેરે = એક દેશ, અપિ = અપચિત-જીવપ્રદેશોથી રહિત કેશ, નખાદિ અજીવ, ૩વનિ = ઉપચિત-જીવપ્રદેશથી વ્યાપ્ત પીઠ, ઉદર વગેરે સજીવ. ભાવાર્થ :- પ્રશ્ન– અનેક દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જેનો એકદેશ અપચિત અને એકદેશ ઉપચિત હોય તે અનેક દ્રવ્ય સ્કન્ધ કહેવાય છે અર્થાત્ એક દેશ અપચિત અને એકદેશ ઉપચિત એવા ભાગ મળીને જે સમુદાય બને છે, તે અનેક દ્રવ્ય સ્કન્ધ છે.
આ જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધ સ્વરૂપ છે, આ નોઆગમથી દ્રવ્યસ્કન્ધ સ્વરૂપ છે. આ સમુચ્ચય દ્રવ્યસ્કંધ છે.
વિવેચન :
આ સૂત્રમાં અનેકદ્રવ્યસ્કન્ધનું નિરૂપણ કર્યું છે. એક દેશ અપચિતભાગ અર્થાત્ જીવપ્રદેશથી રહિત, અચેતન હોય-નખ, વાળ વગેરે એકદેશ અપચિત ભાગ કહેવાય છે.
એકદેશ ઉપચિત ભાગ એટલે જીવપ્રદેશથી વ્યાપ્ત ભાગ–સચેતન ભાગ, પગ, માથુ, પીઠ, ઉદર વગેરે. અપચિત ભાગ એટલે જીવપ્રદેશથી વ્યાપ્ત ન હોય તેવા શરીરના અવયવ, કેશ, નખ વગેરે. તે બંને ભાગના સંયોગથી દેહરૂપ સમુદાય બને છે. તે અનેક દ્રવ્યસ્કન્ધ છે, જેમ કે ગય, હય સ્કન્ધ.
સચિત્ત સ્કન્ધ, કૃમ્ન સ્કન્ધ અને આ અનેક દ્રવ્ય સ્કન્ધમાં ઉદાહરણ એક જ છે પણ પ્રત્યેકમાં વિવક્ષા ભિન્ન-ભિન્ન છે. સચિત્ત સ્કન્ધમાં માત્ર જીવની વિવક્ષા છે, કૃમ્ન સ્કન્ધમાં જીવપ્રદેશથી વ્યાપ્ત