________________
૫૪ |
શ્રી અયોગવાર સૂત્ર
કૃત્નસ્કન્ધ :१४ से किं तं कसिणखंधे ? कसिणखंधे से चेव हयक्खंधे गयक्खंधे जाव उसभखधे । से तं कसिणखधे । શબ્દાર્થ – વલણ વધે = કૃત્ન-સંપૂર્ણ સ્કન્દ, ભાવાર્થ - પ્રશ્ન– કૃત્નસ્કન્ધનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અશ્વસ્કન્દ, ગજસ્કન્દ, વાવ, વૃષભસ્કન્ધ. જિ પૂર્વે સચિત્ત સ્કન્દમાં કહ્યા છે, તે સર્વ નામ યાવતુ પદથી અહીં ગ્રહણ કરવા. તે કૃત્ન દ્રવ્યસ્કન્ધ છે.
વિવેચન :
આ સૂત્રમાં કર્ન સ્કન્ધનું વિવરણ છે. આ કન્ઝ સ્કન્ધમાં તે જીવ અને જીવઅધિષ્ઠિત શરીરાવયવરૂપ સમુદાય વિવક્ષિત છે. સચિત્ત સ્કન્દમાં અને કૃમ્ન સ્કન્ધમાં અશ્વસ્કન્ધ, ગજસ્કન્ધ રૂપ ઉદાહરણ એક છે પણ વિવક્ષા ભિન્ન-ભિન્ન છે. સચિત્ત સ્કન્ધમાં જીવની વિવેક્ષા છે. અહીં કૃત્ન સ્કન્દમાં શરીર સહિત જીવની વિવક્ષા છે. હયસ્કન્ધ, ગજસ્કન્ધ વગેરે પોતાના સ્વરૂપમાં પરિપૂર્ણ છે. તેથી તે સ્કન્ધને કૃત્ન સ્કન્ધ કહે છે. આત્મા અસંખ્યાત પ્રદેશ છે. તે પ્રદેશ હય સ્કન્ધ રૂપે હોય કે ગજસ્કન્ધ રૂપે હોય, બધા પૂર્ણરૂપે હોય છે. તે જ તેઓની પોત-પોતાની પૂર્ણતા છે. પ્રત્યેક હાથી વગેરેમાં આત્માના અસંખ્યાત પ્રદેશ પૂર્ણરૂપે વ્યાપક છે.
અકૃ સ્કન્ધ :|१५ से किं तं अकसिणखंधे ?
___ अकसिणखंधे से चेव दुपएसियादी खंधे जाव अणंतपदेसिए खंधे । से तं अकसिणखंधे। ભાવાર્થ :- પ્રશ્ન- અકૃમ્ન સ્કન્ધનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અકસ્મસ્કંધના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે–ક્રિપ્રદેશી સ્કન્ધ યાવતું અનંતપ્રદેશી સ્કન્ધ. તે અકૃત્ન સ્કન્ધ કહેવાય છે.
વિવેચન :
આ સૂત્રમાં અકૃત્ન સ્કન્ધનું સ્વરૂપ દર્શાવતા ઉદાહરણ રૂપે ક્રિપ્રદેશી વગેરે અચિત્ત સ્કન્ધના નામ આપ્યા છે. પૂર્વે ક્રિપ્રદેશી સ્કન્ધથી લઈ અનંતપ્રદેશી સ્કન્ધને સામાન્યરૂપે અચિત્ત કહ્યા છે. અહીં