________________
ત્રીજું પ્રકરણ/ સ્કંધ નિક્ષેપ
આ અચિત્ત દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે.
વિવેચન :
૫૩
આ સૂત્રમાં સૂત્રકારે અચિત્ત દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ દર્શાવ્યું છે. બે પ્રદેશી સ્કન્ધથી લઈ અનંત પ્રદેશી સ્કન્ધ સુધીના જેટલા પુદ્ગલ સ્કન્ધ છે તે અચિત્ત દ્રવ્ય સ્કન્ધ છે. 'પ્રકૃષ્ટ દેશઃ પ્રવેશઃ" સૌથી નાનો દેશ, નિર્વિભાગ અંશ તે પ્રદેશ–પરમાણુ. આ પરમાણુના સમુદાયને સ્કન્ધ કહેવામાં આવે છે. બે પરમાણુ જોડાય તો દ્વિપ્રદેશી સ્કન્ધ, ત્રણ પરમાણુ જોડાય તો ત્રિપ્રદેશી સ્કન્ધ, ચાર પરમાણુનો સમુદાય ચતુપ્રદેશી સ્કન્ધ કહેવાય છે. તે સર્વ અચિત્ત સ્કન્ધ છે.
મિશ્ર દ્રવ્યસ્કન્ધ :
१२ से किं तं मीसदव्वखंधे ?
मीसदव्वखंधे अणेगविहे पण्णत्ते, तं जहा - सेणाए अग्गिमखंधे, सेणाए मज्झिमखंधे, सेणाए पच्छिमखंधे । से तं मीसदव्वखंधे ।
શબ્દાર્થ ઃમીસર્જ્બવષે = મિશ્રદ્રવ્યસ્કન્ધ, સેળાવ્ = સેનાનો, અશિમલષે = અગ્રિમ સ્કન્ધ, માિમ હથે = મધ્યમસ્કન્ધ, પાિમવુંથે = પશ્ચિમસ્કન્ધ-અંતિમ સ્કંધ.
ભાવાર્થ :- પ્રશ્ન-મિશ્ર દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– મિશ્રદ્રવ્યસ્કન્ધના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– સેનાનો અગ્રિમસ્કન્ધ, સેનાનો મધ્યમ સ્કન્ધ અને સેનાનો અંતિમ સ્કન્ધ. આ મિશ્રદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે.
વિવેચન :
સૂત્રકારે મિશ્ર દ્રવ્યસ્કન્ધના ઉદાહરણમાં સેનાનો ઉલ્લેખ કર્યો છે, સેના સચેતન અને અચેતન બંનેની મિશ્ર અવસ્થા છે. હાથી—ઘોડા–મનુષ્ય સચેતન છે. તલવાર, કવચ, ભાલા વગેરે અચેતન છે. તે સર્વના સમુદાયથી સેના અસ્તિત્વમાં આવે છે. તેથી તે મિશ્ર સ્કન્ધ કહેવાય છે.
પ્રકારાન્તરથી દ્રવ્યસ્કન્ધ :
१३ अहवा जाणगसरीरभवियसरीरवइरित्ते दव्वखंधे तिविहे पण्णत्ते, तं ના- સિળવળ્યે, અસિળવળ્યે, અને વિયવષે |
ભાવાર્થ :- અથવા જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) કૃત્સ્ન(સંપૂર્ણ)સ્કન્ધ (૨) અમૃત્ત્ત સ્કન્ધ (૩) અનેક દ્રવ્ય સ્કન્ધ.