________________
[ પર |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર- જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે છે, સચિત્ત, અચિત્ત અને મિશ્ર. સચિત્ત દ્રવ્યસ્કન્ધ :|१० से किं तं सचित्तदव्वखंधे ?
सचित्तदव्वखंधे अणेगविहे पण्णत्ते, तं जहा- हयखंधे गयखंधे किण्णरखंधे किंपुरिसखंधे महोरगखंधे उसभखंधे । से तं सचित्तदव्वखंधे । શબ્દાર્થ -
સચિત્ત દ્રવ્યસ્કન્દ, વિરે જઇત્તે અનેક પ્રકારે પ્રરૂપ્યા છે, દય = અશ્વોનો સમૂહ, જયવંધે- હાથીઓનો સમૂહ, રિબે-કિન્નર સમૂહ વિપુલ = કિંગુરુષ સમૂહ, મહોર વધે = મહોરગ સમૂહ, સમgધે વૃષભ સમૂહ. ભાવાર્થ :- પ્રશ્ન- સચિત્ત દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સચિત્ત દ્રવ્યસ્કન્ધના અનેક પ્રકાર છે. યથા–અશ્વસ્કન્ધ, ગજસ્કન્ધ, કિન્નરસ્કન્ધ, કિંપુરુષ સ્કન્ધ, મહોરગસ્કન્ધ, વૃષભસ્કન્ધ. આ સચિત્ત દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ જાણવું. વિવેચન :
જે–ચેતનાયુક્ત હોય તે સચિત્ત. સ્કન્ધ એટલે સમુદાય. સચિત્તસ્કન્ધ વ્યક્તિ ભેદથી અનેક પ્રકારના છે. તે અશ્વસ્કન્ધ–અશ્વોનો સમૂહ વગેરે ઉદાહરણ સ્પષ્ટ છે. શ્રુત સ્કન્ધનો વિષય હોવા છતાં તવ્યતિરિક્તમાં સ્કન્ધ એટલે સમુદાય અર્થ કરી, સચિત્ત વગેરે સ્કન્ધનું કથન કર્યું છે. તે શિષ્યને વિશદ જ્ઞાન કરાવવા માટે કર્યું છે. અચિત્ત દ્રવ્યરકલ્પ :११ से किं तं अचित्तदव्वखंधे ?
अचित्तदव्वखंधे अणेगविहे पण्णत्ते, तं जहा- दुपएसिए खंधे तिपए सिए खंधे जाव दसपएसिए खंधे, संखेज्जपएसिए खंधे, असंखेज्जपएसिए खंधे, अणंत- पएसिए खंधे । से तं अचित्तदव्वखंधे । ભાવાર્થ :- પ્રશ્ન- અચિત્ત દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અચિત્ત દ્રવ્ય સ્કન્ધના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે છે. ઢિપ્રદેશી સ્કન્ધ, ત્રિપ્રદેશી સ્કન્ધ કાવત્ દસપ્રદેશી સ્કન્ધ, સંખ્યાત પ્રદેશી સ્કન્ધ, અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ અને અનંતપ્રદેશી સ્કન્ધ,