SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજું પ્રકરણ/ સ્કંધ નિક્ષેપ જ્ઞાયક શરીર દ્રવ્યસ્કન્ધ : ७ से किं तं जाणगसरीरदव्वखंधे ? जाणगसरीरदव्वखंधे खंधे ति पयत्थाहिगार - जाणगस्स जाव खंधे त्ति पयं आघवियं पण्णवियं परूवियं जाव से तं जाणगसरीरदव्वखंधे । ૫૧ ભાવાર્થ :- પ્રશ્ન- શાયકશરીર દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર– સ્કન્ધપદના અર્થાધિકારને જાણનાર યાવત્– જેણે સ્કન્ધપદનું ગુરુ પાસે અધ્યયન કર્યું હતું, પ્રતિપાદન કર્યું હતુ, પ્રરૂપિત કર્યું હતું. યાવત્ આ જ્ઞાયકશરીર દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે. સ્કન્ધપદને જાણનાર સાધુનું મૃતશરીર પડ્યું હોય તો તે જ્ઞાયકશરીર દ્રવ્યસ્કન્ધ કહેવાય છે. ભવ્ય શરીર દ્રવ્ય સ્કન્ધ : ८ से किं तं भवियसरीरदव्वखंधे ? भवियसरीरदव्वखंधे- जे जीवे जोणिजम्मणणिक्खंते जाव खंधे त्ति पयं सेयकाले सिक्खिस्सइ । जहा को दिट्ठतो ? अयं महुकुंभे भविस्सइ, अयं घयकुंभे भविस्सइ । से तं भवियसरीरदव्वखंधे । ભાવાર્થ :- પ્રશ્ન- ભવ્યશરીરદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર– યથાસમયે યોનિ સ્થાન છોડી જન્મને ધારણ કરનાર યાવત્ ભવિષ્યમાં સ્કન્ધ પદને શીખશે, તે જીવનું આ શરીર ભવ્યશરીરદ્રવ્યસ્કન્ધ છે. તેનું કોઈ દૃષ્ટાંત છે ? હા, જે ઘડામાં ભવિષ્યમાં મધ કે ઘી ભરવાનું હોય તે ઘડાને વર્તમાનમાં ઘીનો ઘડો કે મધનો ઘડો કહે, તેમ ભવ્યશરીર દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ જાણવું. જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધ : ९ से किं तं जाणगसरीरभवियसरीरवइरित्ते दव्वखंधे ? जाणगसरीरभवियसरीरवइरित्ते दव्वखंधे तिविहे पण्णत्ते, तं जहाસચિત્તે, અવિત્તે, મીક્ષર્ । શબ્દાર્થ:- સચિત્તે - સચિત્ત, અવિત્તે = અચિત્ત, મીક્ષર્ = મિશ્ર. = ભાવાર્થ : પ્રશ્ન– જ્ઞાયકશરીર–ભવ્યશરીરવ્યતિરિક્તદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ?
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy