________________
૪૪ ]
શ્રી અયોગવાર સૂત્ર
ભાવશ્રુતની અને સમુચ્ચય ભાવકૃતની વક્તવ્યતા પણ પૂર્ણ થાય છે.
વિવેચન :
આ સૂત્રમાં લોકોત્તરિક નોઆગમતઃ ભાવશ્રુતનું સ્વરૂપ દર્શાવાયું છે. મોક્ષ સાધક હોવાથી દ્વાદશાંગી (બાર અંગસૂત્રો) લોકોત્તરિક છે. અરિહંત પરમાત્મા દ્વારા પ્રણીત હોવાથી તથા તે દ્વાદશાંગીના જ્ઞાનમાં ઉપયોગ હોવાથી ભાવરૂપ છે. તે દ્વાદશાંગીનું જ્ઞાન હોય, તેમાં ઉપયોગ હોય અને સાથે તદનુરૂપ ક્રિયા હોય અથવા તેના ઉદ્દેશ, સમુદેશ અને આજ્ઞા સમયે સાથે ક્રિયા હોવાથી તેને નોઆગમત ના ભેદમાં દર્શાવેલ છે.
તાત્પર્ય એ છે કે શ્રુતમાં લૌકિક, લોકોત્તરિકતા મોક્ષ સાધકતાની અપેક્ષાએ છે. ભાવકૃતત્વ ઉપયોગની અપેક્ષાએ છે. જ્ઞાન-ક્રિયાની સંયુક્તતાની અપેક્ષાએ અથવા ક્રિયાની પ્રમુખતાએ તે શ્રતને નોઆગમતના ભેદમાં સમાવિષ્ટ કરેલ છે. આગમતઃ ભાવક્ષત અને નોઆગમતઃ ભાવક્ષત વચ્ચે અંતર - આગમતઃ અને નોઆગમતઃ ભાવશ્રત વચ્ચેનો તફાવત અનેક અપેક્ષાએ સમજી શકાય છે. આગમતઃ ભાવકૃત
નોઆગમતઃ ભાવકૃત (૧) જ્ઞાન અને તેના ઉપયોગની પ્રમુખતા હોય છે. (૧) જ્ઞાન-ઉપયોગ સાથે ક્રિયા-પ્રવૃત્તિની પ્રમુખતા
હોય. (૨) જ્ઞાતા–વ્યક્તિને જ્ઞાન શબ્દશઃ ઉપસ્થિત હોય, (૨) જ્ઞાતા–વ્યક્તિને કંઠસ્થ જ્ઞાન ઉપસ્થિત ન હોય કિંઠસ્થ
હોય. પણ અસ્તિત્વરૂપે, ભાવરૂપે તે જ્ઞાન હોય જ. (૩) શ્રુત' પદનું સંપૂર્ણ જ્ઞાન અને તેમાં ઉપયોગ હોય. (૩) શ્રુતથી ફલિત લૌકિક–લોકોત્તરિક જ્ઞાન અને તેમાં
ઉપયોગ હોય. (૪) ઉપયોગપૂર્વક સમસ્ત શ્રુતજ્ઞાન હોય.
(૪) શ્રુતજ્ઞાન અને તે જ્ઞાનને અનુરૂપ પૂર્ણ શુદ્ધજીવન
હોય. શ્રુતજ્ઞાન અને તદનુરૂપ પ્રવૃત્તિ એકરૂપ થઈ જાય. આવશ્યકાદિ નિક્ષેપના પ્રમાણમાં આગમતઃ અને નોઆગમતઃ આ બે પદ વિશેષ ગહન અર્થ ધરાવે છે, તેથી અહીં વિવિધ રીતે તે બંને વચ્ચેનું અંતર દર્શાવ્યું છે. ઉપરોક્ત તફાવતનો આધાર -'આવશ્યક નિક્ષેપ' નામના પ્રથમ પ્રકરણમાં આગમતઃ દ્રવ્ય આવશ્યકમાં 'આવશ્યક આ પદના જ્ઞાતાને ઉપયોગનો અભાવ સૂચવેલ છે અને આગમતઃ ભાવ આવશ્યકમાં 'આવશ્યક' પદના જ્ઞાતા તથા ઉપયોગવંતને ગ્રહણ કર્યા છે.
નોઆગમતઃ દ્રવ્ય આવશ્યકના ઉભય વ્યતિરિક્તમાં લૌકિક, કુઝાવચનિક અને લોકોત્તર આવશ્યક આ ત્રણ ભેદ કર્યા છે. જેમાં લૌકિકમાં લૌકિક આવશ્યક ક્રિયાઓનું વર્ણન છે. લોકોત્તર નોઆગમતઃ દ્રવ્ય આવશ્યકમાં આવશ્યક સૂત્રમાં વર્ણિત મહાવ્રત, સમિતિ, સાધ્વાચારનું યથાર્થ પાલન નહીં કરતા,