________________
| બીજુ પ્રકરણ/શ્રુત નિક્ષેપ
2
| ૪૫ |
સ્વછંદપણે જિનાજ્ઞાથી બહાર વિચરતા પરંતુ ઉભયકાલ આવશ્યક કરનારાને ગ્રહણ કર્યા છે. જે શ્રમણ જિનાજ્ઞાનુસાર યથાર્થ સંયમાચરણ કરતાં ઉભયકાલ એકાગ્રચિત્તથી આવશ્યક(પ્રતિક્રમણ) કરતા હોય તેઓને નોઆગમતઃ દ્રવ્ય આવશ્યકમાં ગ્રહણ નહીં કરતાં નોઆગમતઃ ભાવ આવશ્યકમાં ગ્રહણ કર્યા છે.
'શ્રુત' નિક્ષેપના પ્રસ્તુત પ્રકરણમાં 'કૃત' એ પદના યથાર્થ જ્ઞાતા અને ઉપયોગ રહિતને આગમતઃ દ્રવ્યશ્રતમાં અને ઉપયોગ સહિતને આગમતઃ ભાવકૃતમાં ગ્રહણ કર્યા છે.
નોઆગમતઃ દ્રવ્યશ્રતમાં ઉભયવ્યતિરિક્ત ભેદમાં પુસ્તક, પાનામાં લખેલ શ્રતને તથા અપેક્ષા વિશેષથી કપાસ વગેરેના સૂતરને ગ્રહણ કર્યા છે. જ્યારે નોઆમગતઃ ભાવકૃતમાં લૌકિક અને લોકોત્તર બે ભેદ કરી અન્યમત તથા સ્વમતના શાસ્ત્રોને ગ્રહણ કર્યા છે.
આ રીતે આવશ્યક અને શ્રુતના નિક્ષેપ વર્ણનથી તથા 'આગમતઃ''નોઆગમતઃ'ના વિષય વર્ણનના આધારે ઉપર્યુક્ત વિવિધ(ચાર) અપેક્ષાઓ સ્પષ્ટ થાય છે.
સાથે એ પણ સ્પષ્ટ થાય છે કે આવશ્યકના નોઆગમતઃ દ્રવ્ય અને નોઆગમતઃભાવમાં પ્રવૃત્તિની પ્રધાનતા છે. તેમાં લૌકિક, કુઝાવચનિક અને લોકોત્તરમાં વિવિધ આવશ્યક ક્રિયાઓનો સમાવેશ છે. દ્રવ્યમાં દ્રવ્ય (મોક્ષ અહેતુક) ક્રિયાઓનું તથા જિનાજ્ઞાથી બહાર વિચરણ કરનારા જૈનશ્રમણોની ક્રિયાનું કથન છે અને ભાવમાં મોક્ષ હેતુક શુદ્ધ સંયમ આચરણ રૂપ આવશ્યક ક્રિયાઓનું વર્ણન છે. આ રીતે આવશ્યકતા નોઆગમતઃ વર્ણનમાં જે રીતે વિવિધ પ્રકારની ક્રિયાઓની નામાવલિ અને જૈન શ્રમણનો શુદ્ધાચાર અને અશુદ્ધ આચાર વર્ણવેલ છે તે રીતે શ્રુતનિક્ષેપના આ પ્રકરણમાં નોઆગમતઃ ના વર્ણનમાં દ્રવ્ય કે ભાવ ક્યાંય પણ ક્રિયાઓનું સ્પષ્ટ સૂચન નથી. પરંતુ દ્રવ્યશ્રુતમાં પુસ્તક લેખિત કૃત અને કપાસ આદિના સૂતરનું કથન છે તથા ભાવશ્રુતમાં લૌકિક અને લોકોત્તર શાસ્ત્રોના નામ માત્રની સૂચિ આપેલ છે. તેની સાથે કોઈપણ ક્રિયાની ગણતરી ત્યાં કરેલ નથી. ઈત્યાદિ આધારોથી અનુપ્રેક્ષા કરતાં 'આગમતઃ' 'નોઆમગતઃ' નું ઉપરોક્ત અંતર અને સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. શ્રુતના પર્યાયવાચી નામો :२१ तस्स णं इमे एगट्ठिया णाणाघोसा णाणावंजणा णामधेज्जा भवंति, तं जहा
सुय सुत्त गंथ सिद्धांत, सासणे आणा वयण उवदेसे ।
पण्णवण आगमे या एगट्ठा पज्जवा सुत्ते ॥४॥ से तं सुयं । ભાવાર્થ - ઉદાત્તાદિ વિવિધ સ્વરો અને ક કારાદિ અનેક વ્યંજનોથી યુક્ત તે શ્રુતના, એક અર્થવાચીપર્યાયવાચી નામ આ પ્રમાણે છે-(૧) શ્રત, (૨) સૂત્ર, (૩) ગ્રંથ, (૪) સિદ્ધાન્ત, (૫) શાસન, (૬) આજ્ઞા, (૭) વચન, (૮) ઉપદેશ, (૯) પ્રજ્ઞાપના, (૧૦) આગમ. આ બધા કૃતના પર્યાયવાચી નામ છે. આ રીતે શ્રુતની વક્તવ્યતા પૂર્ણ થઈ.