________________
| શ્રોતા અને પરિષદ
[ ૩૯ ]
ટુકડાને ઘસીને પીધો તો તેનો ભયંકર રોગ નષ્ટ થઈ ગયો પરંતુ ભેરી વગાડનારને લાંચ લેવાની આદત પડી ગઈ. પછી તો તે ઘણા લોકોને ભેરીના ટુકડા કરીને દેવા લાગ્યો. ભેરીમાં બીજા એવા અનેક ટુકડાઓ જોડી દીધા. પરિણામ એ આવ્યું કે તે દિવ્ય ભેરીમાંથી અવાજ નીકળવાનો બંધ થઈ ગયો અને રોગીઓના રોગ નષ્ટ થવાનું સામર્થ્ય પણ નષ્ટ થઈ ગયું. બાર જોજન સુધી સંપૂર્ણ દ્વારિકામાં સંભળાતી ભેરીનો ધ્વનિ પણ નષ્ટ થઈ ગઈ.
શ્રી કૃષ્ણને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે ભેરી વગાડનારને દંડિત કર્યો અને લોકોના હિત ખાતર તેમણે અઠ્ઠમ તપ કરીને ફરી દેવ પાસેથી ભેરી પ્રાપ્ત કરી પછી તેમણે પોતાના વિશ્વાસુ સેવકને ભેરી સંભાળવા આપી. બરાબર છ મહિના પછી ભેરીનો અવાજ સાંભળવાથી જનતા લાભ મેળવવા લાગી અને ભેરીવાદકે પણ પારિતોષિક મેળવ્યું.
આ દષ્ટાંતનો ભાવાર્થ આ પ્રમાણે છે– અહીં આર્યક્ષેત્ર રૂપ દ્વારિકાનગરી છે. તીર્થકરરૂપ કૃષ્ણ વાસુદેવ છે. પુણ્યરૂ૫ દેવ છે. ભેરી સમાન જિનવાણી છે. ભેરી વગાડનાર સમાન સાધુઓ છે અને કર્મરૂપ રોગ છે.
એ જ રીતે જે શિષ્ય આચાર્ય દ્વારા પ્રાપ્ત સૂત્રાર્થને છુપાવે છે અથવા તેના ભાવને બદલી નાખે છે, મિથ્યા પ્રરૂપણા કરે છે, તે અનંત સંસારી બને છે પરંતુ જે જિનવચન અનુસાર આચરણ કરે છે, તે મોક્ષના અનંત સુખના અધિકારી બને છે. જેમ કષ્ણના વિશ્વાસુ સેવકે પારિતોષિક પ્રાપ્ત કર્યું. એ જ રીતે વિશ્વાસુ સેવક જેવા શ્રોતાઓ શાસ્ત્રના જ્ઞાનને મેળવી શકે છે.
(૧૪) આહીરપતી :- એક વખત આહીર દંપતી બળદગાડીમાં ઘીના ઘડા ભરીને ઘી વેચવા માટે શહેરમાં ગયા. ઘીના વ્યાપારી પાસે પહોંચીને આહીર ગાડીમાંથી ઘીના ઘડા નીચે ઉતારીને આહીરાણીને દેવા લાગ્યા. બન્નેમાંથી કોઈ એકની અસાવધાનીના કારણે ઘીનો એક ઘડો હાથમાંથી પડી ગયો. બધું ઘી જમીન પર ઢોળાઈ ગયું, માટી મિશ્રિત બની ગયું. બન્ને માણસ અરસપરસ ઝઘડો કરવા લાગ્યા. વાદ-વિવાદ ખૂબ જ વધી ગયો. ઘી બધું અગ્રાહ્ય બની ગયું. કેટલુંક ઘી કૂતરા વગેરે પ્રાણીઓ ચાટી ગયા. જે ઘડા બચ્યા હતા તેને વેચવામાં બહુ મોડુ થઈ ગયુ તેથી તેઓ બચેલા ઘીના ઘડાને ગાડીમાં ફરી નાખીને દુઃખિત હૃદયે ઘર તરફ રવાના થયા પરંતુ માર્ગમાં ચોરોએ તેને લૂંટી લીધા. તેઓ મુશ્કેલીથી પોતાના જાન બચાવીને ઘરે પહોંચ્યા. ઝઘડો કર્યો તેથી તે દુઃખી દુઃખી થઈ ગયા.
તેનાથી વિપરીત બીજા આહીર દંપતી ઘીના ઘડા ગાડામાં ભરીને શહેરમાં વેચવા માટે ગયા. તેને પણ અસાવધાનીના કારણે ઘડો હાથમાંથી છટકી ગયો પરંતુ બંને પોતપોતાની ભૂલ સ્વીકારીને નીચે પડેલા ઘીને ઉપર ઉપરથી ઝડપભેર વાસણમાં ભરી લીધું જેથી ઘી માટીવાળું ન થયું. પછી બધા ઘીના ઘડા તથા બચેલું ઘી બધુ વેચીને પૈસા પ્રાપ્ત કરીને સાંજ પહેલાં જ પોતાના ઘરે સંકુશળ પહોંચી ગયા.
ઉપરનાં બન્ને દષ્ટાંતો અયોગ્ય અને યોગ્ય શ્રોતાઓ પર ઘટાવેલ છે. કેટલાક શ્રોતાઓ આચાર્યના કથન પર ઝગડો કરીને શ્રુતજ્ઞાન રૂપ ઘીને ખોઈ બેસે છે. એવા શ્રોતાઓ શ્રુતજ્ઞાનના અધિકારી બની