________________
[૩૮]
શ્રી નદી સૂત્ર
(૧૨) :- ગાયનું ઉદાહરણ આ રીતે છે– કોઈ યજમાને ચાર બ્રાહ્મણોને એક દૂઝણી ગાય દાનમાં આપી. એ ચારે ય બ્રાહ્મણોએ ગાયને ક્યારે ય ઘાસ કે પાણી આપ્યું નહીં. તેઓ એમ સમજતા હતા કે આ ગાય મારા એકલાની તો નથી, ચારેયની છે. તેઓ દોહવાના સમયે મોટું વાસણ લઈને આંચળ ધમધમાવીને દૂધ લઈ લેતા હતા. આખર ભૂખી ગાય ક્યાં સુધી દૂધ આપે? ક્યાં સુધી જીવિત રહે? પરિણામે ભૂખી તરસી ગાયે એક દિવસ પ્રાણ છોડી દીધા.
એ જ રીતે કેટલાક શ્રોતા વિચારે છે કે ગુરુજી મારા એકલાના તો નથી ને? પછી શા માટે મારે તેની સેવા કરવી જોઈએ? એવું વિચારીને તે ગુરુજીની સેવા કરતા નથી પણ ઉપદેશ સાંભળવા માટે અને જ્ઞાનરૂપ દૂધને પ્રાપ્ત કરવા માટે જલ્દી દોડીને પહોંચી જાય છે. એવા શ્રોતા શ્રુતજ્ઞાનને ગ્રહણ કરી શકતા નથી.
બીજ એક દષ્ટાંત આ પ્રમાણે છે- એક શેઠે ચાર બ્રાહ્મણને એક ગાય દાનમાં આપી. તેઓએ પ્રેમથી તે ગાયને ઘાસચારો, પાણી વગેરે આપ્યું, તેની ખૂબ સારી સેવા કરી, તેથી ગાયનું દૂધ પ્રમાણમાં વધી ગયું. તેઓને વધારે દૂધ મળવાથી તેઓ પ્રસન્ન થયા.
એ જ રીતે વિનીત શ્રોતા ગુરુની સેવા કરીને મીઠા શબ્દથી ગુરુને પ્રસન્ન કરીને, તેમની પાસેથી જ્ઞાનરૂપ દૂધ ગ્રહણ કરે છે. એવા શ્રોતાઓ જ્ઞાનના અધિકારી બને છે અને રત્નત્રયની આરાધના કરીને અજર-અમર બની શકે છે. (૧૩) ભેરી - ભેરી એક વિશિષ્ટ પ્રકારનું વાજિંત્ર છે. એક વખત દ્વારિકા નગરીના અધિપતિ શ્રીકૃષ્ણને કોઈ એક દેવે પ્રસન્ન થઈને દિવ્ય ભેરીની ભેટ આપી અને કહ્યું કે આ ભેરીને છ-છ મહિને વગાડવી. તેમાંથી મેઘધ્વનિ જેવો મીઠો અવાજ નીકળશે. આ ભેરીનો અવાજ સાંભળવાથી છ મહિના સુધી કોઈ પણ પ્રકારનો રોગ ઉત્પન્ન થશે નહીં અને પહેલાનો ઉત્પન્ન થયેલો રોગ નષ્ટ થઈ જશે. આ ભેરીનો અવાજ બાર જોજન સુધી સંભળાશે. એમ કહીને દેવ પોતાના સ્થાનકે ચાલ્યો ગયો.
થોડા સમય પછી દ્વારિકામાં કોઈ રોગ ફેલાયો. ભેરી વગાડવાનો સમય થઈ ગયો હતો તેથી ભેરી વગાડવામાં આવી. જ્યાં સુધી તેનો અવાજ પહોંચ્યો ત્યાં સુધીના લોકોનો રોગ નષ્ટ થઈ ગયો અર્થાતુ રોગી સ્વસ્થ બની ગયા.
શ્રીકણે તે ભેરી પોતાના એક વિશ્વાસુ સેવકને સંભાળીને રાખવા માટે આપી અને તેને બધી વિધિ સમજાવી દીધી. એકવાર એક ધનાઢય શેઠ ભયંકર રોગથી પીડિત હતો. તે કૃષ્ણજીની ભેરીનો પ્રભાવ સાંભળીને દ્વારિકા આવ્યો. તેના દુર્ભાગ્યથી તે દ્વારિકા પહોંચ્યા પહેલા એક દિવસ અગાઉ મેરીને વગાડવામાં આવી ગઈ.
શેઠ વિચારમગ્ન બની ગયો. હવે મારું શું થશે? આ ભેરી ફરી છ મહિના પછી વગાડશે ત્યાં સુધીમાં તો મારું પ્રાણ પંખેરું ઊડી જશે. ચિંતન કરતાં કરતાં તેને વિચાર આવ્યો કે જો ભેરીનો અવાજ સાંભળવાથી રોગ નષ્ટ થઈ શકે છે તો પછી તેનો એક ટુકડો ઘસીને પીવાથી પણ રોગ નષ્ટ થઈ જશે. છેવટે તેણે ભેરી વગાડનારને સારી એવી રકમ આપીને ભેરીનો એક ટુકડો મેળવી લીધો. ઘરે જઈને તેણે