________________
૪૦ ]
શ્રી નંદી સૂત્ર
શકતા નથી. કેટલાક શ્રોતાઓ આચાર્ય પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે ભૂલ થવા પર વિલંબ કર્યા વગર ભૂલનો સ્વીકાર કરીને ક્ષમાયાચના કરી લે છે. ક્ષમાયાચના કર્યા બાદ સૂત્રાર્થ ગ્રહણ કરે છે. એવા શ્રોતાઓ શ્રુતજ્ઞાનના અધિકારી બની શકે છે.
ઉપરોક્ત ચૌદ પ્રકારના શ્રોતામાંથી ૧. શૈલ ૨. કાચા, રીઢા, દુર્ગધી ઘડા, ૩. ચાલણી ૪. સુઘરીનો માળો, ૫. ગરણી ૬. ભેંસ ૭. ડાંસ-મચ્છર ૮. જલૌકા ૯. બિલાડી ૧૦. સેવા કર્યા વિનાની ગાય ૧૧. નકલી ભેરી ૧૨. કલેશ કરતા આહિર દંપતિ. જેવા શ્રોતાઓ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ માટે અયોગ્ય છે અને ૧. પાકા, નવા, સુગંધી ઘડા ૨. હંસા ૩. બકરી ૪. જાહગ-નોળિયો, ૫. સેવા પામતી ગાય ૬. અસલી ભેરી ૭. સમજુ આહિર દંપતિ જેવા શ્રોતાઓ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ માટે યોગ્ય છે.
ત્રણ પ્રકારની પરિષદ :|२ सा समासओ तिविहा पण्णत्ता, तंजहा- जाणिया, अजाणिया, दुव्वियड्ढा । जाणिया जहा
खीरमिव जहा हंसा, जे घुटुंति इह गुरु-गुण-समिद्धा ।
दोसे य विवज्जति, तं जाणसु जाणियं परिसं ॥ શબ્દાર્થ – સા સમાન = તે સંક્ષેપમાં, સિવિલ = ત્રણ પ્રકારે, TUMHT = કહેલ છે, તંગજેમ કે, ગાળિયા = જ્ઞાયિકા, જાણનાર, અનાળિયા = અજ્ઞાયિકા, અજ્ઞાની, ડુબ્રિકૃ = દુર્વેદજ્ઞ, નહીં = જેમ કે, હંસા = હંસ, પરમિવ = પાણીને છોડીને દૂધનું પુષ્કૃતિ = પાન કરે છે, કે જે લોકો, ફુદ = અહીં, ગુરુકુળ સમા = શ્રેષ્ઠ ગુણોથી યુક્ત, રોષે વિવનંતિ= દોષોને છોડી દે છે, તે તેને, ગાથા = જાણકાર, પરિસં = પરિષદ, ગાળ = કહેવાય છે. ભાવાર્થ :- શ્રોતાઓની પરિષદ ત્રણ પ્રકારની છે, જેમ કે- (૧) જાણનાર પરિષદ (૨) અજાણ પરિષદ (૩) દુર્વેદજ્ઞ પરિષદ.
જ્ઞાયક પરિષદનું સ્વરૂપ આ પ્રમાણે છે- જેમ ઉત્તમ જાતિનો રાજહંસ પાણીને છોડીને દૂધનું પાન કરે છે એમ ગુણસંપન્ન શ્રોતાઓ દુર્ગુણોને છોડીને ગુણોને ગ્રહણ કરે છે. એવા શ્રોતાઓની પરિષદને જાણનાર પરિષદ(સમજુ પરિષદ) સમજવી જોઈએ. | ३ अजाणिया जहा
जा होइ पगइमहुरा, मियछावय-सीह-कुक्कुडय-भूया । रयणमिव असंठविया अजाणिया सा भवे परिसा ॥
શબ્દાર્થ :- fમયછાવય = મૃગના બચ્ચા, સીદ્દ = સિંહના બચ્ચા અને, શુક્રથમૂવ = કૂકડાના