________________
શ્રોતા અને પરિષદ
૪૧ |
બચ્ચાની જેમ, પણ દુરા = પ્રકૃતિ સરલ, ના હોદ્દ = જે હોય છે, યમિવ = રત્નની જેમ, અલવિયા = સંસ્કાર રહિત હોય છે, સા = તેને, અનાગિયા = અજાણ, અણસમજૂ, પરિસા = પરિષદ, મ = કહેવાય છે.
ભાવાર્થ :- અજ્ઞાયક – અજાણ પરિષદનું સ્વરૂપ આ પ્રમાણે છે- જે શ્રોતાઓ હરણના, સિંહના અને કૂકડાના બચ્ચાઓની જેમ સ્વભાવથી જ મધુર, સરળહૃદયી અને ભોળા હોય છે. તેને જેવી શિક્ષા દેવામાં આવે એવી ગ્રહણ કરી લે છે. તેઓ ખાણમાંથી નીકળેલા રત્નોની જેમ સંસ્કારહીન હોય છે. રત્નોને ઈચ્છા મુજબ ઘડી શકાય છે એ જ રીતે અનભિજ્ઞ શ્રોતાઓમાં ઈચ્છા મુજબ સંસ્કારનું સિંચન કરી શકાય છે. એવા અબુધજનોના સમૂહને અજાણ પરિષદ કહેવાય છે. | ૪ ટ્વિયા ગરા
ण य कत्थइ णिम्माओ, ण य पुच्छइ परिभवस्स दोसेणं ।
वत्थिव्व वायपुण्णो, फुट्टइ गामिल्लय वियड्डो ॥ શબ્દાર્થ :- કુતિય = દુર્વેદજ્ઞા સભા, ગ = જેમ,ifમય = ગામડાનો, વિવો = વેદજ્ઞ, પંડિત, વન્થ = કોઈ પણ વિષયમાં, fખમ્મા = પૂર્ણ, પરિવર્સ = તિરસ્કારના, કોલેખ = દોષ અર્થાત્ ભયથી, ન પુછદ્ = કોઈને પૂછે નહી પરંતુ, વાયપુvળો = વાયુથી ભરેલ, વસ્થિબ્દ = મશકની જેમ, = ફૂલાયા કરે છે.
ભાવાર્થ :- દુર્વેદજ્ઞ પરિષદનું લક્ષણ આ પ્રમાણે છે– જે અલ્પજ્ઞ પંડિત જ્ઞાનમાં અપૂર્ણ હોય છે પરંતુ અપમાનના ભયથી તે કોઈ પણ વિદ્વાન પાસે પોતાની શંકાનું સમાધાન કરતા નથી, એવા પંડિતો પોતાની પ્રશંસા સાંભળીને મિથ્યાભિમાનથી હવા ભરેલ મશકની જેમ ફૂલાય કરે છે. આવા પ્રકારના લોકોને દુર્વેદજ્ઞ પરિષદ(સભા) કહેવાય છે.
વિવેચન :
આગમનું પ્રતિપાદન કરતી વખતે સૌ પ્રથમ પરિષદનું જ્ઞાન હોવું જોઈએ કારણ કે શ્રોતાઓ જુદા જુદા સ્વભાવના હોય છે. તેને અહીં ત્રણ પ્રકારની પરિષદના રૂપમાં બતાવેલ છે.
(૧) જે પરિષદમાં તત્ત્વ જિજ્ઞાસુ, ગુણજ્ઞ, બુદ્ધિમાન, સમ્યગ્દષ્ટિ, વિવેકવાન, વિનીત, શાંત, સુશિક્ષિત, આસ્થાવાન, આત્માન્વેષી આદિ ગુણસંપન્ન શ્રોતાઓ હોય તેને વિજ્ઞ–જાણિયા પરિષદ કહેવાય છે. વિજ્ઞ પરિષદ સર્વશ્રેષ્ઠ પરિષદ કહેવાય છે.
(૨) જે શ્રોતાઓ પશુ-પક્ષીઓના અબુધ બચ્ચાઓની જેમ સરળહૃદયી અને મત-મતાંતરોની કલુષિત ભાવનાઓથી રહિત હોય છે, તેઓને આસાનીથી સન્માર્ગગામી સંયમી, વિદ્વાન તેમજ સગુણ સંપન્ન બનાવી શકાય છે. કેમ કે તેમનામાં કુસંસ્કાર હોતા નથી. એવા સરલહૃદયી શ્રોતાઓની પરિષદ