________________
[ ૪૨]
શ્રી નદી સૂત્ર
અવિજ્ઞ–અજાણિયા પરિષદ કહેવાય છે. (૩) જે અભિમાની, અવિનીત, દુરાગ્રહી અને વાસ્તવમાં મુર્ખ હોય તો પણ પોતાની જાતને પંડિત સમજે છે અને લોકો પાસેથી પોતાની પ્રશંસા સાંભળીને વાયુપૂરિત મશકની જેમ ફૂલાય છે એવા શ્રોતાઓનો સમૂહ મિથ્યાભિમાની પરિષદ કહેવાય છે. અહીં વિથ શબ્દનો અર્થ પંડિત છે, તે વિદ્ = જાણવું ધાતુથી બનેલ છે અને સાથે 'ટુ' ઉપસર્ગ લાગવાથી ખોટા પંડિત કે ખરાબ પંડિત અર્થ થાય છે તેનો સાર એ છે કે અલ્પજ્ઞ છે છતાં પંડિત તરીકે પોતાને સમજતા મિથ્યાભિમાની લોકો વ્યય' દુર્વેદજ્ઞા પરિષદમાં ગણાય છે.
ઉપરની ત્રણે ય પરિષદમાં વિજ્ઞપરિષદ સૂત્રજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રકારે પાત્ર છે, બીજી પરિષદ પણ સંસ્કાર દેવાથી શાસ્ત્રજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે પરંતુ ત્રીજી દુર્વેદજ્ઞ પરિષદ શાસ્ત્રજ્ઞાનને માટે અયોગ્ય છે અર્થાત્ અપાત્ર છે.
પાત્ર અને અપાત્રના વિવેકજ્ઞાન માટે શાસ્ત્રકારે શ્રોતાઓની પરિષદનું વર્ણન શાસ્ત્રની શરૂઆત કરતા પહેલાં જ કર્યું છે.
ને શ્રોતા અને પરિષદ સંપૂર્ણ છે