________________
સ્તુતિ ગાથાઓ
विमलमणंतं च धम्मं संति, कुंथुं अरं च मल्लि च । मुणिसुव्वय णमि णेमिं पासं तह वद्धमाणं च ॥
२१
ભાવાર્થ :- (૧) ઋષભદેવ (૨) અજિતનાથ (૩) સંભવનાથ (૪) અભિનંદન (૫) સુમતિનાથ (૬) પદ્મપ્રભ (સુપ્રભ) (૭) સુપાર્શ્વનાથ (૮) ચંદ્રપ્રભ(શશી) (૯) સુવિધિનાથ(પુષ્પદંત) (૧૦) શીતલનાથ (૧૧) શ્રેયાંસનાથ (૧૨) વાસુપૂજ્ય (૧૩) વિમલનાથ (૧૪) અનંતનાથ (૧૫) ધર્મનાથ (૧૬) શાંતિનાથ (૧૭) કુંથુનાથ (૧૮) અરનાથ (૧૯) મલ્લિનાથ (૨૦) મુનિસુવ્રત (૨૧) નમિનાથ (૨૨) નેમિનાથ (૨૩) પાર્શ્વનાથ (૨૪) વર્ધમાન–શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને હું વંદન કરું છું.
વિવેચન :
પ્રસ્તુત બે ગાથામાં વર્તમાન અવસર્પિણીકાળના ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરેલ છે. પાંચ ભરત અને પાંચ ઐરવત, એ દશ ક્ષેત્રોમાં અનાદિકાળથી ઉત્સર્પિણી અને અવસર્પિણી રૂપકાળનું પરિવર્તન થયા કરે છે. તે બન્ને મળીને એક કાળ ચક્ર થાય છે. એક કાળ ચક્રમાં બાર આરા હોય છે, તેમાં છ આરા અવસર્પિણીકાલના અને છ આરા ઉત્સર્પિણીકાલના હોય છે.
૧૫
પ્રત્યેક અવસર્પિણીકાલ અને ઉત્સર્પિણીકાલમાં ક્રમશઃ ચોવીસ તીર્થંકરો થાય છે. તે જ રીતે બાર ચક્રવર્તી, નવ બળદેવ, નવ વાસુદેવ, નવપ્રતિ વાસુદેવ, એમ કુલ મળીને ત્રેસઠ શ્લાઘનીય પુરુષો થાય છે. પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન અને તેના મોટા પુત્ર પ્રથમ ચક્રવર્તી ભરત અવસર્પિણી કાળના ત્રીજા આરામાં થયાં. શેષ ૬૧ મહાપુરુષ ચોથા આરામાં થયા. વર્તમાનમાં અવસર્પિણી કાળનો પાંચમો આરો ચાલે છે.
२२
ઉત્સર્પિણી કાળના ત્રીજા આરામાં ત્રેવીસ તીર્થંકર, ૧૧ ચક્રવર્તી વગેરે ૬૧ મહાપુરુષો થાય, તેના ચોથા આરામાં ચોવીસમા તીર્થંકર અને બારમા ચક્રવર્તી થાય. આ નિયમ અનાદિકાલીન છે. તીર્થંકરનું પદવિશ્વમાં સર્વોત્તમ ગણાય છે. તીર્થંકરદેવ ધર્મનીતિના મહાન પ્રવર્તક હોય છે. દરેક તીર્થંકર સાધુ-સાધ્વી અને શ્રાવક—શ્રાવિકારૂપ તીર્થની સ્થાપના કરે છે. તેઓ ત્રણ લોકના પૂજ્ય અને વંદનીય હોય છે. તેઓના કોઈ ગુરુ હોતા નથી કારણ કે તે સ્વયંબુદ્ધ હોય છે. તેઓની સાધનામાં કોઈ સહાયક હોતા નથી. તેઓને જન્મથી જ ત્રણ જ્ઞાન હોય છે. તેઓ દીક્ષિત થાય કે તરત જ તેઓને વિપુલમતિ મનઃપર્યવજ્ઞાન થાય છે. ઘાતિકર્મનો સર્વથા નાશ થતાં તેઓને કેવળજ્ઞાન થાય છે. ત્યાર પછી તેઓ ધર્મતીર્થની સ્થાપના કરે છે તેથી તેઓ તીર્થંકર કહેવાય છે.
અગિયાર ગણધરો :
पढमित्थ इंदभूई, बीए पुण होइ अग्गिभूइ त्ति । तइए य वाउभूई, तओ वियत्ते सुहम्मे य ॥