________________
| ૧૪
શ્રી નંદી સૂત્ર
પરમેષ્ટી સિવાય ધર્મરૂપે બીજા કોઈ વંદનીય થતા નથી. અહીં સમુચ્ચય સંઘમાં સાધુ-સાધ્વી પ્રમુખસ્થાને છે. માટે સ્તુતિમાં તેમને વંદન કરવાનું ઉપયુક્ત થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં સાધુના ચાર વિશેષણ કહ્યા છે(૧) ગુણ (૨) શીલ (૩) તપ (૪) શ્રત. "ગુણ" શબ્દથી મૂળ ગુણ અને ઉત્તરગુણનું, "શીલ" શબ્દથી સદાચાર અર્થાત્ સંપૂર્ણ બ્રહ્મચર્ય અથવા સમગ્ર આચારનું, "તપ" શબ્દથી છ પ્રકારના બાહ્ય તપ અને છ પ્રકારના આત્યંતર તપનું અને "શ્રુત" શબ્દથી દ્વાદશાંગી રૂ૫ શ્રુતજ્ઞાનનું ગ્રહણ થાય છે. આમ આ ગાથામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરૂપ ચતુર્વિધ મોક્ષમાર્ગના પરમ અંગો સૂચવેલ છે. એ જ સંઘમેરુની વિશેષતા છે.
આઠ ઉપમાઓનો સંગ્રહ -
MIR-ર૮-ર -૧૪, વલે સૂરે સમુદ્ર-મે ન !
जो उवमिज्जइ सययं, तं संघगुणायरं वंदे ॥ શબ્દાર્થ :- ૨ = નગરની, રદ = રથની, રવ = ચક્રની, પs = પાકમળની, કે = ચંદ્રની, સૂર – સૂર્યની, સમુદ્ર = સમુદ્રની, મેગ્નિ = મેરુગિરિની, ગો ૩વના સથય = જે સતત-નિરંતર ઉપમિત કરવામાં આવેલ છે, ઉપમાથી સદા ઘટિત કરવામાં આવે છે, પરં= અક્ષયનિધિ, ગુણભંડાર, ગુણોની ખાણરૂપ, તં સંય = એવા તે ચતુર્વિધ સંઘને, વ = હું સ્તુતિપૂર્વક વંદન કરું છું. ભાવાર્થ :- નગર, રથ, ચક્ર, પદ્મ, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર અને મેરુના વિશિષ્ટ ગુણોની ઉપમાથી જે નિરંતર ઉપમિત કરવામાં આવેલ છે એવા અનેક અલૌકિક ગુણોના ભંડાર સંઘને હું વંદન કરું છું.
વિવેચન :
સ્તુતિકારે ગાથાના અંતિમ ચરણમાં શ્રદ્ધાથી શ્રી ચતુર્વિધ સંઘને વંદન કર્યા છે. ચતુર્વિધ સંઘમાં સાધુ-સાધ્વી અને આચાર્ય–ઉપાધ્યાય વગેરે હોય છે તેની મુખ્યતાથી 'વંદે' શબ્દથી બહુમાન સૂચિત કરેલ છે. એ પણ સ્તુતિ ભક્તિનો એક પ્રકાર છે.
ગાથા ચારથી અઢાર સુધીમાં બતાવેલ બધી(આઠ) ઉપમાઓનો સંગ્રહ આ ઓગણીસમી ગાથામાં ફરીથી કરવામાં આવ્યો છે અર્થાત્ એક જ ગાથામાં આઠે આઠ ઉપમાઓનું કથન કરીને તે ઉપમાથી યુક્ત સંઘને વંદન કરેલ છે. આ રીતે સંઘનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. એ સંઘમાં પંચ પરમેષ્ઠીના ચાર પદ આવી ગયેલ છે અને ભૂતપૂર્વ નયની અપેક્ષાએ પાંચે પદનો સમાવેશ થાય છે. ચોવીસ-જિન સ્તુતિ અને વંદન :
वंदे उसभं अजियं, संभवमभिणंदणं सुमइ-सुप्पभ-सुपासं । ससिपुप्फदंतं सीयल सिजसं वासुपुज्जं च ॥
૨૦