________________
[૧૬]
શ્રી નદી સૂત્ર
२३
मंडिय मोरियपुत्ते, अकंपिए चेव अयलभाया य ।
मेयज्जे य पहासे, गणहरा हुंति वीरस्स ॥ શબ્દાર્થ -પત્નિ = પહેલા, વી - બીજા, તિ = થયા, વીરસ્ય = મહાવીર પ્રભુના. ભાવાર્થ :- ભગવાન મહાવીરના અગિયાર પ્રધાન શિષ્ય હતા. તેની પવિત્ર નામાવલી આ પ્રમાણે છે– (૧) ઈન્દ્રભૂતિજી (૨) અગ્નિભૂતિજી (૩) વાયુભૂતિજી (૪) વ્યક્તજી (૫) સુધર્માસ્વામી (૬) મંડિતપુત્રજી (૭) મૌર્યપુત્રજી (૮) અકંપિતજી (૯) અચલભ્રાતાજી (૧૦) મેતાર્યજી (૧૧) પ્રભાસજી. વિવેચન :
શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણોના વ્યવસ્થાપક અગિયાર ગણધર હતા. અગિયાર પૈકી ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ એ ત્રણે ય સહોદર ભાઈઓ હતા. ભગવાન મહાવીરને વૈશાખ સુદ દસમના દિવસે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. તે સમયે અપાપા નગરીમાં સોમિલ નામના બ્રાહ્મણે પોતાના યજ્ઞ સમારોહમાં એ અગિયારે ય મહામહોપાધ્યાયોને તેમના શિષ્ય સમુદાય સાથે આમંત્રિત કર્યા હતા.
એ જ અપાપા નગરીની બહાર મહાસેન નામના ઉદ્યાનમાં ભગવાન મહાવીરનું પદાર્પણ થયું. દેવકૃત સમવસરણ અને જનસમૂહના મેળાને જોઈને સર્વપ્રથમ મહામહોપાધ્યાય ઈન્દ્રભૂતિ અને તેની પાછળ વારાફરતી અન્ય સર્વ મહામહોપાધ્યાય પોતપોતાના શિષ્ય સમુદાય સહિત અહંકાર અને ક્રોધાવેશમાં આવીને પ્રતિદ્વન્દી સ્વરૂપે ભગવાન મહાવીરના સમવસરણમાં પહોંચ્યા. તેઓ દરેકના મનમાં જુદી જુદી એકેક શંકા હતી. પોતાની શંકા તેઓ કોઈને કહેતા ન હતાં. તોપણ સર્વજ્ઞ દેવ પ્રભુ મહાવીરે પોતાના જ્ઞાન વડે તેમની શંકાઓ બતાવીને સમાધાન કર્યું તેથી પ્રભાવિત થઈને દરેક મહામહોપાધ્યાયો પોતાના કુલ ૪૪૦૦ શિષ્યોના સમુદાય સાથે પ્રભુ મહાવીર સ્વામીના શિષ્ય બની ગયા. તેઓએ ગણની સ્થાપના કરી. તે ગણોને ધારણ કરનાર થયા અર્થાત્ ગણના અંતર્ગત આવતા મુનિઓના અધ્યયન અને સંયમારાધનની સમસ્ત દેખરેખ કરતા હતા તેથી તેઓ ગણધર કહેવાય છે. ગણ–ગચ્છનું દરેક કાર્ય ગણધરોની જવાબદારી પર હોય છે. તે અગિયાર મહામહોપાધ્યાયોને ગણધરપદ પર સ્થાપિત કરવામાં આવ્યા અર્થાત્ તેઓ શ્રમણ સમૂહની અધ્યયન અને આચારની જવાબદારીને ધારણ કરનારા ગણધર થયા.
સૂત્રાનુસાર ગણધરો કેવળજ્ઞાની તીર્થકર ભગવાનની પ્રથમ દેશનામાં દીક્ષિત થઈ જાય છે અને દીક્ષિત થતાં તેઓને છ જીવનિકાય અને મહાવ્રતોનું વિસ્તૃત સ્વરૂપ ભગવાન પાસે સાંભળતાં સમજતાં ગણધર લબ્ધિના કારણે શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં દ્વાદશાંગીનું જ્ઞાન ઉપલબ્ધ થઈ જાય છે. તેથી તેઓનું શ્રુતજ્ઞાન આત્માગમ કહેવાય છે.
આત્માગમ જ્ઞાન પણ કોઈને કોઈ નિમિત્તથી થઈ જાય છે. ગણધરોને પણ તીર્થકરોની પાસે બોધ