________________
સ્તુતિ ગાથાઓ
વિવેચન :
આ બે ગાથામાં શ્રી સંઘને પધકમળની ઉપમાથી અલંકૃત કરેલ છે. જેમ કમળોથી સરોવરની શોભા વધે છે એમ શ્રી સંઘથી જિનશાસનની અને મનુષ્યલોકની શોભા વધે છે. પાકમળને દીર્ઘ નાલ હોય છે એમ શ્રી સંઘને પણ શ્રત રત્નરૂપ મજબૂત નાલ(ડાંડી) છે. પદ્મકમળને સ્થિર કર્ણિકા હોય છે એમ સાધુ સાધ્વીની પ્રમુખતાવાળા શ્રી સંઘને પણ પાંચ મહાવ્રત રૂપ સ્થિર કર્ણિકા છે. જેમ કમળ સૌરભ અને પીતવર્ણી પરાગની સુગંધના કારણે ભ્રમર અને ભ્રમરીઓના સમૂહથી ઘેરાયેલું હોય છે એમ મૂળ ગુણ રૂપ સૌરભથી અને ઉત્તર ગુણરૂપ પીતવર્મી પરાગથી તથા આધ્યાત્મિક રસપૂર્ણ નિગ્રંથ પ્રવચનથી તેમજ આનંદરૂપ મકરંદથી યુક્ત શ્રી સંઘ પણ શ્રાવકગણ રૂપ ભમરોથી પરિવૃત્ત રહે છે.
પદ્મકમળ સૂર્યોદય થતાં વિકસિત થાય છે એમ શ્રી સંઘ રૂપ પદ્મકમળ, તીર્થકર રૂપ સૂર્યના કેવળજ્ઞાનના તેજ વડે વિકસિત થાય છે. પદ્મકમળ જળ અને કાદવથી અલિપ્ત રહે છે એમ શ્રી સંઘરૂપ પદ્મકમળ કર્મ રૂપ રજ અને આશ્રવ રૂપ પાણીથી અલિપ્ત રહે છે. પદ્મકમળ હજારો પાંખડીઓથી સુશોભિત હોય છે એમ શ્રી સંઘરૂપ પાકમળ પણ શ્રમણ ગણ રૂપ હજારો પાંખડીઓથી સુશોભિત રહે છે. આ રીતે અનેક સમાનતાઓ વડે સંઘને કમળની ઉપમા આપી છે.
સંઘને ચંદ્રની ઉપમા :
તવ-સંગમ-મય-સંછળ, વરિય-રાહુમુદ પુરિત નિર્વા
जय संघचंद णिम्मल, सम्मत्त-विसुद्ध-जोण्हागा ॥ શબ્દાર્થ – વસંનમ તપ અને સંયમ રૂપ, મયfછળ = મૃગ ચિહ્ન છે, છિરિય = અક્રિયાવાદ રૂ૫, ૨૬મુહકુરિસ = રાહુ પ્રમુખ ગ્રહોથી ગ્રસિત ન થનાર, ઉન્મત્ત = નિર્મળ સમત્ત = સમ્યક્ત્વ રૂપ,વિશુદ્ધ = સ્વચ્છ, ગોઠ્ઠા = ચાંદનીથી યુક્ત, સંધર્વક સંઘ ચંદ્રનો, ચંદ્રરૂપી સંઘનો,foq= નિત્ય.
ભાવાર્થ :- તપ પ્રધાન સંયમરૂપ મૃગચિહ્નથી અંકિત, અક્રિયાવાદ આદિ વિવિધ મતમતાંતરરૂપ રાહુ પ્રમુખ ગ્રહોથી ગ્રસિત ન થનાર, સદા નિરાબાધ, દર્શનમોહ–મળથી રહિત, સ્વચ્છ, નિર્મળ, નિરતિચાર, સમ્યકત્વરૂપ ચાંદનીથી સુશોભિત, એવા ચંદ્રરૂપી સંઘનો સદા જય થાઓ.
વિવેચન :
આ ગાથામાં શ્રી સંઘને ચંદ્રની ઉપમાથી અલંકૃત કરેલ છે. જેમ ચંદ્ર મંગચિહ્નથી અંકિત, સૌમ્યકાંતિથી યુક્ત તેમજ ગ્રહ, નક્ષત્ર અને તારાઓથી ઘેરાયેલો હોય છે. તેમ ચતુર્વિધ શ્રી સંઘ પણ તપ, સંયમથી યુક્ત છે. મિથ્યાદષ્ટિ,નાસ્તિકોથી અજેય હોય છે અર્થાત્ પોતાના અસ્તિત્વમાં સ્થિર રહે છે. જેમ ચંદ્રની સુંદર જ્યોત્સના પ્રકાશક હોય છે તેમ આ ધર્મસંઘમાં સભ્યશ્રદ્ધાન અને સમ્યકજ્ઞાનરૂપ પ્રકાશ ફેલાયેલો રહે છે અર્થાત્ જ્ઞાન અને શ્રદ્ધાનમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સદા જોડાયેલા રહે છે.