________________
[ s ]
શ્રી નદી સૂત્ર
સ્વાધ્યાયનો મંગલમય મધુર ધ્વનિ જેમાં નીકળી રહ્યો છે, એવા તે રથરૂપ સંઘ ભગવાનનું સદા કલ્યાણ થાઓ. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં શ્રી સંઘને રથની ઉપમા આપી છે. રથ ઉપર ધ્વજા ફરકે તો તે સુશોભિત લાગે, એમ સંઘરથ શીલ રૂ૫ ઊંચી ધ્વજાઓથી સુશોભિત છે. એટલે કે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા શીલા ગુણોના ભંડાર હોય છે. રથમાં સુંદર બે ઘોડા જોડાયેલા હોય છે એમ સંઘ રૂ૫ રથમાં પણ તપ અને સંયમરૂપ બે અશ્વ જોડાયેલા છે અર્થાત્ સાધુ સાધ્વીજીનાં જીવન તપ અને સંયમની પ્રમુખતાથી ગતિમાન હોય છે. રથમાં જેમ ઘૂઘરીનો રણકાર હોય છે એમ સંઘ રૂ૫ રથમાં પાંચ પ્રકારના સ્વાધ્યાયરૂપ ઘૂઘરીનો મંગલ રણકાર સંભળાય છે અર્થાત્ ચતુર્વિધ સંઘ સ્વાધ્યાય આદિમાં લીન હોય છે.
ધ્વજા, અશ્વ અને નંદીઘોષ એ ત્રણેયને ક્રમશઃ શીલ, તપ-નિયમ અને સ્વાધ્યાયથી ઉપમિત કરેલ છે. જેમ શ્રેષ્ઠ રથ સુપથગામી હોય છે તેમ સંઘરથ પણ મોક્ષપથનો ગામી છે. એવા સંઘરૂ૫ રથના કલ્યાણની મંગલ કામના આ ગાથામાં કરેલ છે.
સંઘને પદ્મકમળની ઉપમા :
कम्मरय-जलोह-विणिग्गयस्स, सुय-रयण-दीहणालस्स । पंचमहव्वय-थिरकण्णियस्स, गुण-केसरालस्स ॥ सावग-जण-महुअरि-परिवुडस्स, जिणसूर तेयबुद्धस्स ।
संघ-पउमस्स भई, समणगण-सहस्सपत्तस्स ॥ શબ્દાર્થ :- સ્મરચ= કર્મ રજ રૂપ, ગોદ = જળરૂપ સંસાર પ્રવાહથી, વિળિયસ = ઉપર ઊઠેલ, સુથરથા = જેને શ્રુત રત્ન રૂપ, રીફાનસ = લાંબી નાળ છે, વહથ્વય = જેને પાંચ મહાવ્રત રૂપ,fથRevયસ્ત = સ્થિર કર્ણિકા છે, પુખ = ઉત્તર ગુણ રૂ૫, ૨Inક્ષ = જેને પરાગ (કેસરાલ) છે, સાવન = શ્રાવક સમૂહરૂપ, મદુર = ભ્રમરોથી, પરનુડલ્સ = જે ઘેરાયેલ છે, પરિવૃત્ત છે, નિખજૂરતીર્થકર રૂપ સૂર્યના કેવળજ્ઞાન રૂપ, તે પુસ્તક તેજથી વિકસિત છે, સમMIT = શ્રમણ ગણરૂપ, સદલ્સ = હજાર, પત્ત = પાંખડીઓથી યુક્ત, સપપ૩મસ = એવા સંઘ-પદ્મનું. ભાવાર્થ :- કર્મ રજ રૂપ કાદવ અને જળાશયના જળથી ઉપર ઊઠેલ અર્થાત્ અલિપ્ત, શ્રત રત્નરૂપ દીર્ઘ નાળ યુક્ત, પાંચ મહાવ્રત રૂપ સુદઢ કર્ણિકા યુક્ત, ઉત્તરગુણ-ક્ષમા, માર્દવ, આર્જવ, સંતોષ આદિ ગુણ રૂપ પરાગથી યુક્ત, ભાવિક શ્રાવકગણ રૂપ ભમરાઓથી ઘેરાયેલ, તીર્થકર ભગવાનરૂપ સૂર્યના કેવળજ્ઞાનરૂપ તેજથી વિકસિત, શ્રમણ ગણ રૂપ હજારો પાંખડીઓવાળા, એવા પાકમળરૂપ સંઘનું સદા કલ્યાણ થાઓ.